કોર્પોરેટ ન્યૂઝ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોર્પોરેટ ન્યૂઝ

તાતા કેમિકલ્સે મરિન નેશનલ પાર્ક ડિપાર્ટમેન્ટ સાથે સહયોગ સાધ્યો

અમદાવાદ| વિશ્વપર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે તાતા કેમિકલ્સે મરીન નેશનલ પાર્ક ડિપાર્ટમેન્ટ સાથે સહયોગ સાધ્યો છે. કંપનીએ મીઠાપુર બીચ વિસ્તારમાં ઘોસ્ટ નેટને દૂર કરવાના કાર્યક્રમનું આયોજન કરી પર્યાવરણ દિવસની ઉજવણી કરી હતી. કંપનીનો ઉદ્દેશ દરિયાઇ સૃષ્ટિ પર ઘોસ્ટ નેટના કારણે થતી ખરાબ અસર પર જાગૃતત્તાનું સર્જન કરવાનો મીઠાપુરને સમસ્યામાંથી બહાર લાવવાનો છે.

કેમિકલની આયાત મુદ્દે 5 દેશો પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરાય તેવી શક્યતા

નવીદિલ્હી| દેશમાંઆયાત થતા કેમિકલ્સમાં 5 દેશો પર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગુ કરાય તેવી શક્યતાઓ છે. સ્થાનિક ઉત્પાદકોને ઉગારવા માટે ચીન અને ઇરાન સહિતના દેશો પર ડ્યૂટી લાગુુ કરવામાં આવે તેવી શક્યતા છે. ટેક્સટાઇલ અને પેકેજિંગ ઇન્ડસ્ટ્રિઝમાં સૌથી વધુ વપરાશ થઇ રહ્યો છે. ઇન્ડોનેશિયા, મલેશિયા અને તાઇવાનથી સસ્તા ભાવથી આયાત થઇ રહી છે. પ્રતિ ટન દીઠ 83.08 ડોલર એન્ટિ ડમ્પિંગ ડ્યૂટી લાગે તેવા સંકેતો છે. ડ્યૂટી લાગુ થવાના કારણે સ્થાનિક ઇન્ડસ્ટ્રીઝને સપોર્ટ મળી રહેશે.

ચીનનું ઓટો સેક્ટર ટોપ ગિયરમાં મે માસમાં 9.8 ટકા વેચાણમાં વૃદ્ધિ નોંધાઇ

બેજિંગ| ઓટોસેક્ટરમાં માર્કેટ લિડર ગણાતા એવા ચીનમાં મે માસમાં વેચાણ 9.8 ટકા સુધી વધીને 2.09 મિલિયનને આંબી ગયા હોવાનું ચીન એસોસિએશન ઓફ ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સના અહેવાલમાં દર્શાવાયું છે. જોકે એપ્રિલ માસની તુલનાએ વેચાણ 6.3 ટકા વધ્યું છે. ચીનનું અર્થતંત્ર ભલે નબળું રહ્યું હોય પરંતુ તેની અસર ઓટો સેક્ટરને નડી નથી. ગતવર્ષે ચીનમાં કુલ 246 લાખ યુનિટનું વેચાણ રહ્યું હતું. મે માં પેસેન્જર કારનું વેચાણ 11.3 ટકા વધીને 17.9 લાખ યુનિટ રહ્યું છે.

સોનાની તેજીના કારણે ગોલ્ડ ETFમાં પ્રોફિટ બુકિંગથી રોકાણ પાછું ખેંચાયું

નવીદિલ્હી|સોનામાં છેલ્લાએકાદ માસથી ફરી આવેલી તેજીમાં ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારો દ્વારા પોફિટ બુકિંગ આવતા રોકાણ પાછુ ખેંચાઇ રહ્યું છે. મે માસમાં વધુ 79 કરોડ રોકાણકારોએ પાછા ખેંચ્યા છે. જ્યારે છેલ્લા બે માસમાં 148 કરોડનું રોકાણ પાછું ખેંચાઇ ગયું છે. છેલ્લા ત્રણ વર્ષથી ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પાછું ખેંચાઇ રહ્યું છે. ચાલુ વર્ષે 903 કરોડ, 2014-15માં 1475 કરોડ અને 2013-14માં 2293 કરોડ પાછા ખેંચાયા હતા. ઇક્વિટી માર્કેટની તેજીથી રોકાણ પાછું ખેંચાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...