ખાદ્યતેલોમાં માગ અભાવે નરમાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર . અમદાવાદ

ખાદ્યતેલોમાંતેજીને બ્રેક લાગી છે. મે મહિનામાં ખાદ્યતેલોની આયાત સરેરાશ 25 ટકા સુધી ઘટી હોવા છતાં સ્થાનિકમાં મોટા સ્ટોક સામે ઘરાકીનો અભાવ રહેવાના કારણે તેજીને બ્રેક લાગી છે. જોકે, સિંગતેલ તથા કપાસિયાતેલમાં પણ આજે રૂા.10-15 સુધી ભાવ નીચા ક્વોટ થતા હતા. માગ સાવ ઠપ જેવી હોવાથી હવે સુધારાના સંકેતો સાંપડતા નથી. ઉપરાંત સ્ટોકિસ્ટો પર તવાઇ ચાલી રહી હોવાના કારણે પણ ઓઇલમિલરોને ત્યાં સન્નાટો છવાયો છે. જો વેપાર નહિં ખુલે અને એકાદ સપ્તાહમાં વરસાદ થઇ જશે તો મગફળીના ભાવ પણ ઘટી શકે છે જેના કારણે મોટી તેજીના સંકેતો નકારાઇ રહ્યાં છે. ઉલટું સિંગતેલ ડબ્બો ઘટી 2100ની સપાટી અંદર ગમે ત્યારે બોલાઇ જાય તો નવાઇ નહિં. જ્યારે અન્ય મોટા ભાગની કોમોડિટીમાં નરમાઇનો ટ્રેન્ડ રહ્યો છે. વરસાદ ખેંચાઇ રહ્યો હોવા છતાં ઉંચામાં વેપારો સાવ ઠપ જેવા છે વોલેટાલિટીનો અભાવ હોવાથી અને ચણા વાયદા પર પ્રતિંબધ આવે તેવા અહેવાલોના કારણે તેજી અટકી છે. ચણા વાયદો આજે બે ટકા સુધી ઘટીને6870 બોલાતો હતો. ક્રૂડમાં તેજી પાછી ફરતા ગવાર-ગમ માં ભાવ અઢી ટકા સુધી નીચા ક્વોટ થતા હતા. ક્રૂડ 60 ડોલર થાય અને દેશમાં ગવારના વાવેતરમાં જંગી ઘટાડો થાય તો હાલના ભાવ બોટમ બની જશે તેવું નિષ્ણાતો દર્શાવે છે. ગમ વાયદો તૂટીને 5600, ગવાર રૂા.3054 બોલાઇ રહ્યો છે. રૂમાં વૈશ્વિક સ્તરે ભારતના ઉંચા ભાવના કારણે નિકાસ વેપારો અટક્યા હોવાથી તેજી ટકી શકતી નથી જેના કારણે કપાસ પણ ઘટ્યો છે.

અન્ય સમાચારો પણ છે...