• Gujarati News
  • National
  • દરખાસ્ત | બે હજાર ટન કચરાના પ્રોસેસિંગનો કોન્ટ્રાકટ અપાશે

દરખાસ્ત | બે હજાર ટન કચરાના પ્રોસેસિંગનો કોન્ટ્રાકટ અપાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરખાસ્ત | બે હજાર ટન કચરાના પ્રોસેસિંગનો કોન્ટ્રાકટ અપાશે

અમદાવાદ |અમદાવાદ શહેરમાં દૈનિક ધોરણે ઉત્પન્ન થતા 4200 મેટ્રિક ટન કચરામાંથી બે હજાર મેટ્રિક ટન કચરાનો પ્રોસેસનો કોન્ટ્રાકટ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવી છે. બે હજાર મેટ્રિક ટન કચરાનો કોન્ટ્રાકટ બે જુદી જુદી કંપનીઓને અપાશે અને તેમાંથી વીજળી પેદા કરવામાં આવશે. આગામી ગુરુવારેે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં અંગેનો નિર્ણય લેવામાં આવશે. કામગીરી માટે બંન્ને કંપનીઓને મોર્ગેજ નહીં કરવાની શરતે જમીન ફાળવવામાં આવશે. જે તે કંપનીએ 18 મહિનામાં કામગીરી પૂર્ણ કરી વીજળી ઉત્પાદન કરવાની કામગીરી શરૂ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...