• Gujarati News
  • National
  • આદેશ| સંલગ્ન કોલેજો અંગેની યાદી વેબસાઇટ પર મુકાશે

આદેશ| સંલગ્ન કોલેજો અંગેની યાદી વેબસાઇટ પર મુકાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદેશ| સંલગ્ન કોલેજો અંગેની યાદી વેબસાઇટ પર મુકાશે

અમદાવાદ |રાજ્યમાં અનેક બોગસ કોલેજો ધમધમી રહી છે. કોઇપણ જાતનું જોડાણ નહી ધરાવતી કોલેજો સામે પગલા લેવા અને વિદ્યાર્થીઓને જાગૃત કરવા માટે હાઇકોર્ટમાં થયેલી જાહેરહીતની રિટમાં સરકારે તમામ સલંગ્ન કોલેજોને તેમની સાથે જોડાણ ધરાવતી કોલેજોની યાદી તેમની સાઇટ પર મુકવા આદેશ આપ્યો હોવાની હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. કે.આર.કોષ્ઠી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહીતની રિટમાં એવી રજૂઆત કરાઇ હતીકે, રાજ્યાં અનેક બેનામી- બોગસ કોલેજો ધમધમે છે. સંજોગોમાં વિદ્યાર્થીઓ છેતરાય નહી તે માટે આવી કોલેજોને નશ્યત કરવા માગ કરી હતી. આજે સુનાવણી દરમ્યાન સરકારે એફિડેવિટ સાથે તેમના દ્વારા લેવાયેલા પગલાની જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...