• Gujarati News
  • National
  • મુંબઇ જતી જેટની ફ્લાઇટ રદ થતાં પેસેન્જરોનો હોબાળો

મુંબઇ જતી જેટની ફ્લાઇટ રદ થતાં પેસેન્જરોનો હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદથી રવિવારે સવારે 9.55 વાગે મુંબઇ જતી જેટ એરવેઝની ફ્લાઇટ 9ડબ્લ્યુ 2315માં ટેકનિકલ ખામી સર્જાતા છેલ્લી ઘડીએ કેન્સલ કરાઈ હતી. જેના પગલે ટર્મિનલ એરિયામાં વિમાનની રાહ જોતા પ્રવાસીઓએ હોબાળો કર્યો હતો.

કનેક્ટિંગ ફ્લાઈટ પકડવા માગતા પેસેન્જરોને અન્ય ફ્લાઈટમાં મુંબઈ મોકલવામાં આવ્યા
બીજી બાજુ મુંબઈથી આગળની કનેક્ટિકટ ફ્લાઈટ ધરાવતા કેટલાક પ્રવાસીઓને અન્ય ફ્લાઇટમાં મુંબઈ રવાના કરાયા હતા જ્યારે કેટલાક પ્રવાસીઓએ ટિકિટના પૈસા લઇ પ્રવાસ મોકૂફ રાખ્યો હતો. અમદાવાદથી સવારે 9. 55 વાગે મુંબઇ જતી જેટ એરવેઝની ફ્લાઇટ માટે 150 જેટલા પ્રવાસીઓ બોર્ડિંગ અને ચેકિંગ સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ટર્મિનલ એરિયામાં વિમાનની રાહ જોઈ બેઠા હતા. ત્યારે છેલ્લી ઘડીએ જેટ એરવેઝના અધિકારીઓ દ્વારા ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાઇ હોવાની જાહેરાત કરી ફ્લાઈટ રદ્દ કરાઈ હોવાની જાહેરાત કરાઈ હતી. જેના પગલે મુંબઈથી આગળ જવા માંગતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો. જેના કારણે આ પ્રવાસીઓને અન્ય ફ્લાઇટમાં મુંબઈ રવાના કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય પ્રવાસીઓને ટિકિટના પૈસા રિફંડ આપી દેવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...