તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

city event

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંસ્કૃત સુવર્ણચંદ્રક એનાયત થશે

સરદારપટેલનું સ્વપ્ન અને સોમનાથ એકબીજા સાથે સંકળાયેલા છે ત્યારે 1 ડિસેમ્બરે સાંજે સંસ્કૃત સુવર્ણચંદ્રક એનાયત થયા પછી દિગ્દર્શક દિપક અંતાણીનું ‘સરદાર પટેલ’ નાટક ભજવાશે. જેમાં પાશ્વવાણી ચિરાગ ત્રિપાઠી આપશે અને સરદારની ભૂમિકા પ્રશાંત બારોટ કરશે.

સિટી રિપોર્ટર @ahm_cb1લીડિસેમ્બરે શાહીબાગના સરદાર સ્મારક ખાતે સોમનાથ સંસ્કૃત સુવર્ણચંદ્રક એનાયત સમારંભ યોજાશે. સોમનાથ ટ્રસ્ટના ઉપક્રમે આયોજિત સંસ્કૃત સુવર્ણચંદ્રક એનાયત સમારંભમાં પદ્મશ્રી ડાહ્યાભાઈ શાસ્ત્રી, ડો.વિજય પંડ્યા અને પ્રો.જીવણભાઈ પરમારને તેમના સંસ્કૃતમાં યોગદાન બદલ સુવર્ણચંદ્રક ઉપરાંત એક લાખના રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે. 1 ડિસેમ્બર, સાંજે 4.30 વાગ્યે પુરસ્કાર એનાયત કરાશે. પ્રસંગે અતિથિવિશેષ તરીકે ચિંતક અને વિચારક અેવા ગુણવંત શાહ તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પૂર્વમુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

સુવર્ણચંદ્રક એનાયત સમારંભ અંગે વાત કરતાં ટ્રસ્ટી પી.કે. લહેરીએ કહ્યું કે, ‘સોમનાથ ટ્રસ્ટની સ્થાપના વખતે સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથમાં સાથે સંસ્કૃત વિદ્વાનો પણ સોમનાથમાં તૈયાર થાય તે સ્વપ્ન જોયું હતું. ભૂતકાળમાં સોમનાથની સંસ્કૃતિ, કલા અને ઉદ્યાેગ માટે જાણીતું હતું. 1 ડિસેમ્બરે અમદાવાદના સરદાર પટેલ સ્મારક ખાતે સોમનાથ સુવર્ણચંદ્રક સન્માન સમારંભ યોજાશે જેમાં 2014માં વિદ્વાન તરીકે સંસ્કૃતમાં યોગદાન આપનાર ત્રણ મહાનુભાવો સન્માનિત થશે.’

અન્ય સમાચારો પણ છે...