તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મેકર મેલામાં અમદાવાદના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ સિલેક્ટ

મેકર મેલામાં અમદાવાદના વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ સિલેક્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિલ્વર ઓક કોલેજમાં કમ્પ્યુટર એન્જિનિયરીંગ કરતો કેવલ દોશી અને એસવીઆઈટીમાં ઈલેકટ્રોનિક એન્જિનિયરીંગ કરતો દક્ષિલ સોની કહે છે કે, ‘અમે આઈઓટી બેઝ સીએનસી પ્રોજેક્ટ બનાવ્યો છે. જેના દ્વારા ઈલેક્ટ્રોનિક અને કમ્પ્યુટર એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓને લાઈવ નોલેજ આપી શકાય છે. સીએનસી મશીનો ત્રણથી પાંચ લાખના આવે છે. અમે પ્રોજેક્ટ સાત હજારમાં બનાવ્યો છે. અમારો પ્રોજેક્ટ વાયબ્રન્ટ ગુજરાત સમિટના ઈનોવેશન કોર્નર તરીકે પણ સિલેક્ટ થયો હતો.આ પ્રોજેક્ટ મેકર મેલામાં પણ સિલેક્ટ થયો છે અમે હવે વધારે વર્ક કરી પ્રોજેક્ટ ઈન્ડસ્ટ્રી માટે બનાવીશું.’

સિટી રિપોર્ટર @ahm_cbએન્જિનિયરીંગપ્રોજેક્ટ, આર્ટ, હસ્તકલા ક્ષેત્રે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી સોમૈયા વિદ્યાવિહાર અને આરઆઈઆઈડીએલ દ્વારા મુંબઈમાં 13થી 15 જાન્યુઆરી દરમિયાન મેકર મેલાનું આયોજન કરાશે. જે માટે ઈન્ડિયામાંથી 100 જેટલા ઈનોવેશન અને આર્ટને સિલેક્ટ કરાયા છે. જેમાં અમદાવાદના એન્જિનિયરીંગના સ્ટુડન્ટ દક્ષિલ સોની અને કેવલ દોશી દ્વારા બનાવાયેલા આઈઓટી બેઝ સીએનસી પ્રોજેક્ટને સિલેક્ટ કરાયો છે. જ્યારે NIDના ભૂતપૂર્વ વિદ્યાર્થી શાહિલ થાપાએ હેન્ડ મેડ સ્પિકર્સ બનાવ્યા છે. શહેરના યંગસ્ટર્સે બનાવેલા પ્રોજેક્ટ્સ ત્રણ દિવસ દરમિયાનના પ્રેઝન્ટેશનમાં રજૂ કરાશે સાથે જેમાં દેશ-વિદેશથી ઈન્ડસ્ટ્રીના લોકો આવશે. પ્રોજેક્ટ પસંદ આવશે તો તે માટે ફંડિંગ પણ કરશે.

હેન્ડમેડ સ્પિકર્સ બનાવ્યા

શાહિલથાપાએ કહ્યું કે, સ્ટડી સમયે હું હેન્ડમેડ સ્પિકર્સ બનાવવાનો ટ્રાય કરતો હતો. થોડા મહિનાની મહેનત બાદ મેં જુદા પ્રકારના ફેબ્રિક, મેટલ જેવા મટિરિયલ અને વાયરિંગનો ઉપયોગ કરી સ્પિકર્સ બનાવ્યા છે. જેનું નામ મેં સોનિક આર્કિટેક આપ્યું છે. મેં આવા15 × 15થી લઈને 20 × 20 સુધીના સ્પિકર્સ બનાવ્યા છે. જે અન્ય સ્પિકર્સની જેમ સારી રીતે વાગી શકે છે.’

અન્ય સમાચારો પણ છે...