તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુરતના હીરા વેપારીને ત્યાં ITના દરોડા, એક કરોડ રોકડા મળ્યા

સુરતના હીરા વેપારીને ત્યાં ITના દરોડા, એક કરોડ રોકડા મળ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા બાતમીના આધારે હરિપુરમાં ઓફિસ ધરાવતા એક ડાયમંડના વેપારીને તપાસ શરૂ કરવામાં આવી છે. બે બેગમાંથી એક કરોડ રોકડા મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. નોંધનીય છે કે ડાયમંડના વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસે કરોડોની રોકડ પડી હોવાના મેસેજ લાંબા સમયથી અધિકારીઓને મળી રહ્યા છે. પરંતુ ઠોસ માહિતી હોવાને લીધે અત્યાર સુધી કોઈ તપાસ કરવામાં આવતી હતી. નોટબંધી બાદ પહેલો કેસ છે જેમાં વિંગ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યંુ છે.

વિમુદ્રીકરણ બાદ વિંગને રોકડ અંગે અનેક પ્રકારની માહિતી મળતી રહી છે. અધિકારીઓના ફોન સતત રણકતાં રહ્યા છે. જો કે, માહિતી કાચી હોવાથી વિંગને કોઈ સફળતા મળતી નથી. એક અધિકારીની તો આખેઆખી 100 પાનાની બુક ફોન પર મળેલી માહિતીના આધારે ભરાઈ ગઈ હતી. પરંતુ ઓપરેશન સફળ રહ્યુ હતંુ. દરમિયાન એક માહિતી આજે સાચી નિકળી હતી.

અધિકારીઓએ હરિપુરા સ્થિત હાથ ફળિયામાં ડાયમંડના ધંધા સાથે સંકળાયેલાં મહેન્દ્ર શાહ નામના વેપારીની એચડીસી બિલ્ડિંગમાં આવેલી ઓફિસ પર મોડી સાંજે તપાસ શરૂ કરી હતી. સ્થળ પર બે બેગ મળી હતી. આઇટી અધિકારીઓએ કહ્યુ કે બંને બેગમાં રૂપિયા 500-1000ના દરની નોટ છે. જેની પર સરકારે પ્રતિબંધ મૂકયો છે.

ડિસ્કાઉન્ટથી જૂની નોટ લઈ નવી નોટ અપાતી હોવાની શંકા

નોટબંધી બાદનો રાજ્યમાં પહેલો કેસ

અમદાવાદમાં પણ વ્યાપક દરોડા પડ્યા

આઈટીવિભાગે અમદાવાદમાં પણ બિલ્ડર, ટુર ઓપરેટર પર દરોડા અને સર્ચની કાર્યવાહી હાથ ધરી છે. ઘાટલોડિયા, એસજી હાઈવે પર આવેલ ઓફિસ અને સાઈટ પર કાર્યવાહી ચાલી રહી છે.

ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું હોવાની શંકા

આઇટીનાઅધિકારીએ કહ્યુ કે કોઈ ફાયનાન્સરે રૂપિયા મોકલાવ્યા હતા. 20 ટકાના હિસાબે રૂપિયા નવી કરન્સીમાં કન્વર્ડ કરવાના હતા. અધિકારીઓ જેના રૂપિયા છે ફાયનાન્સરને શોધી રહ્યા છે.

અધિકારી સૂત્રોએ જણાવ્યુંુ કે અેવું જરૂરી નથી કે રોકડ મળી એટલે બ્લેકમની છે. રોકડ ચોપડે બતાવી હશે અને તેની પાછલાં વર્ષની હશે તો જોવામાં આવશે કે તેની પર ટેક્સ ભરાયો છે કે નહીં. ઉપરાંત ચાલુ વર્ષની હશે તો એની પણ તપાસ કરાશે. જો હિસાબી ચોપડે નહીં હોય તો બની શકે કે 85 ટકા ટેક્સનો નવો નિયમ લાગુ પડે.

કેસમાં શું થશે

અન્ય સમાચારો પણ છે...