તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ઍરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા મુસાફરોને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા

અમદાવાદ |ઍરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા મુસાફરોને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ઍરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા મુસાફરોને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા સમસ્યા વગરની સુવિધાઓ આપવા સતત પ્રયત્નશીલ છે. તેમ છતાં વિમાનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને નડતી સમસ્યાની ઝડપી માહિતી મળી રહે અને તેનો વહેલીતકે ઉકેલ આવે તે ઉદ્દેશ્યથી ઑથોરિટી દ્વારા ઍરસેવા પોર્ટલ તેમજ મોબાઇલ એપ શરૂ કરાયા છે, જેની મદદથી સમસ્યાના ઉકેલની સુવિધા, વિમાનની સ્થિતિ, સમયપત્રક, વિવિધ ઍરપોર્ટ પર મુસાફરોને અપાતી સૂચનાની માહિતી મળી શકશે. ટિકિટ રિટર્ન કરવા, ઍરપોર્ટ પર જરૂરી સુવિધાનો અભાવ, ટર્મિનલમાં લાંબી લાઇન, ઍરપોર્ટ પર સામાન ગુમ થવાની સમસ્યા જેવી અલગ અગલ સમસ્યાનો સામનો કરવો પડે છે ત્યારે પોર્ટલ અને એપની મદદથી પ્રકારની ફરિયાદો ઉકેલવામાં મદદ મળશે. પોર્ટલની મદદથી મુસાફરો પોતાના અવાજમાં કે વીડિયો બનાવીને સમસ્યા અંગેની માહિતી આપી શકે છે. સમસ્યા અંગે મુસાફરોને ઇમેલ કે એસએમએસ દ્વારા માહિતી અપાશે.

ઍરપોર્ટ પર પેસેન્જરોની સમસ્યાના ઉકેલ માટે ઍરસેવા પોર્ટલ લોન્ચ કરાયું

અન્ય સમાચારો પણ છે...