• Gujarati News
  • National
  • થાન મઠની શેરીમાં તસ્કરોએ હાથ સફાઇ કરી

થાન મઠની શેરીમાં તસ્કરોએ હાથ સફાઇ કરી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાન મઠની શેરીમાં તસ્કરોએ હાથ સફાઇ કરી

અમદાવાદ |થાનનામઠની શેરીમાં રહેતા વેપારી નિમીષભાઈ રમેશચંદ્ર શાહના મકાનમાં રાત્રિનાં ઘરે કોઇ હતું નહીં ત્યારે ઘૂસીને મકાનમાં હાથ ફેરો કર્યો હતો. તિજોરી તોડીને અંદરથી રોકડ રકમ રૂ. 8 થી 10 હજાર ઉઠાવી ગયા હતા. અને સાથે બોક્સમાં રહેલી ઇમીટેશન જ્વલેરીમાં બંગડી, ગળાના હાર જેવી વસ્તુઓ પણ ચોરી ગયા છે. બનાવ અંગે નિમીષભાઈએ જણાવેલ કે અમો રાત્રે બીજા ઘરે સૂવા ગયા ત્યારે ચોરો ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને જ્વેલરી ચોરી ગયા હતાં.

વિરમગામ શહેર- તાલુકામાં ગુરૂપુર્ણિમાનો ઉત્સવ ઉજવાશે

વિરમગામ| વિરમગામના450 વર્ષ પુરાણા રામમહેલ મંદિર ખાતે ગુરૂપુર્ણિમાનો ઉત્સવ ઉજવાશે. જેમાં ગુરૂ મહંત રામકુવરદાસ પૂજન થશે. જયારે વિરમગામ પોપટ ચોકડી ખાતે આવેલ પંચમુખી હનુમાનજી મંદિર ખાતે ગુરૂ ખાખીબાપુનું ભકતો દ્વારા પૂજન-અર્ચન થશે.અશોકનગર ખાતે આવેલા માં કનકેશ્વરી દેવી આશ્રમ ખાતે ગુરૂપુર્ણિમા ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહેશે.

અન્ય સમાચારો પણ છે...