• Gujarati News
  • ગુજરાત યુનિવર્સિટી ઉદ્યોગ સાહસિકોને ભણાવશે: કુલપતિ

ગુજરાત યુનિવર્સિટી ઉદ્યોગ સાહસિકોને ભણાવશે: કુલપતિ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવિધ નવ વિદ્યાશાખાના અધ્યક્ષ-પ્રતિનિધિઓ હાજર

એજ્યુકેશન રિપોર્ટર.અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વ્યાવસાયિક ક્ષેત્રે આગળ આવે, યોગ્ય -પ્રાથમિક માર્ગદર્શન મળી રહે તે માટેની કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂપે ગુજરાત યુનિવર્સિટીએ સ્ટાર્ટ અપ્સ એન્ડ આંત્રપ્રિન્યોર્સ કાઉન્સિલ(જીયુએસઈસી)ની રચના કરી છે. માટે ઉદ્યોગસાહસિકો સાથે તાજેતરમાં એક બેઠકનું પણ આયોજન કરાયું છે.

સ્પેશિયલ સેન્ટરના માધ્યમથી ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ઉદ્યોગ સાહસિક બનાવવા માટે સક્રિય ભૂમિકા ભજવશે. માટે જરૂર જણાશે તો રાજય સરકારનો સહયોગ લેવામાં આવશે. તેમ ગુજરાત યુનિવર્સિટીના ખાસ પદવીદાન સમાહોરમાં ઉપસ્થિત રહેલા કુલપતિ ડો.એમ.એન.પટેલે જણાવ્યું છે.

કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે,‘ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાની સેન્ટ્રલાઇઝ ઓનલાઈન પ્રવેશ કાર્યવાહી દાખલ કરાઈ છે. લાઈબ્રેરીનું ડિજિટલાઈઝેશન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે લાઈબ્રેરીના 3000 જેટલા થિસીસનું ઓગસ્ટ મહિનાના અંતમાં ડિજિટલાઈઝેશન કરાશે.જેના કારણે હાલમાં દેશભરમાં ગુજરાત યુનિવર્સિટીનો નવમો ક્રમાંક છે તે બીજા ક્રમાંક પર આવી જશે.’

ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે બુધવારે આયોજિત ખાસ પદવીદાન સમારોહમાં સાયન્સ-કોમર્સ-આર્ટસ સહિતની વિવિધ નવ વિદ્યાશાખાના અધ્યક્ષ- પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં 6769 વિદ્યાર્થીઓને પદવી અને ડિપ્લોમા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

પદવીદાન સમારોહમાં વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓની નોંધપાત્ર સંંખ્યા-હાજરી જોવા મળી હતી. ઉપરાંત કાર્યક્રમમાં રજિસ્ટ્રાર, વિવિધ સ્નાતક-અનુસ્નાતક કોલેજોના અધ્યાપકો, વિદ્યાર્થીઓ, સિન્ડિકેટ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

વિદ્યાશાખા સંખ્યા

આર્ટસ2014

સાયન્સ 498

ઈજનેરી 129

લૉ 313

મેડિકલ 1632

કોમર્સ 1850

ડેન્ટલ 129

ફાર્મસી 09

બીએડ્ 195

એનાયત કરાયેલી પદવીઓની સંખ્યા

સેનેટ હોલમાં પદવીદાન સમારંભ યોજાયો

યુનિવર્સિટીના સેનેટ હોલમાં ખાસ પદવીદાન સમારંભ યોજાયો હતો. જેમાં હજારથી વધુ પદવી-ડિપ્લોમાના પ્રમામપત્ર એનાયત કરાયા હતા.