• Gujarati News
  • National
  • જીએસટીના અમલને અનુલક્ષીને વેટના કમ્પ્યૂટરાઈઝેશનની અપીલ

જીએસટીના અમલને અનુલક્ષીને વેટના કમ્પ્યૂટરાઈઝેશનની અપીલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતસહિત સમગ્ર દેશમાં 2016થી ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો અમલ થનાર છે તેને ધ્યાનમાં લઈને વેટ ડિપાર્ટમેન્ટના સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝેશન કરવા અંગે કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટને અપીલ કરાઈ છે. રાજ્યમાં લગભગ 4 લાખ, 50 હજાર વેપારીઓ છે અને જીએસટીનો અમલ થયા પછી સંખ્યા વધીને લગભગ બમણી થશે. સંજોગોમાં વેપારીઓની સરળતા માટે વેટની કમ્પ્યૂટર સજ્જતા વધારવી આવશ્યક રહેશે.

વેટ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ અવાર નવાર ઠપ થઈ જાય છે અને તેના કારણે વેપારીઓને ફોર્મ-402, 403 અને 405 ડાઉનલોડ કરવા સહિતના પ્રશ્નો સર્જાય છે અને માલની ડિલિવરી સંબંધિત મુદ્દે વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે. એપ્રિલ-2016થી રાજ્યમાં જી.એસ.ટી.નો અમલ થશે ત્યારે વેપારીઓની સંખ્યા વધીને બમણી થશે, તેથી વેટમાં સંપૂર્ણ કમ્પ્યૂટરાઈઝેશન કરવા, વેબસાઈટ વધુ સજ્જ બનાવવા, અને સર્વરની કેપેસિટી વધારવા સહિતના મુદ્દે સેલ્સ ટેક્સ બાર એસોસીએશનના પૂર્વ પ્રમુખ પ્રદીપ જૈન, સેક્રેટરી વારીસ ઈસાની, સહિત હોદ્દેદારોએ તાજતેરમાં વેટ ડિપાર્ટમેન્ટ સમક્ષ રજૂઆતો કરી છે. વેપારીઓને રિટર્ન ફાઈલ કરવાના પ્રશ્નો, ચેકપોસ્ટના પ્રશ્નો, બાબતે યૂઝર ફ્રેન્ડલી બનાવી શકાય તે જરૂરી છે.

વેપારીઓ માટે વેટને સજ્જ બનાવવું આવશ્યક

અન્ય સમાચારો પણ છે...