• Gujarati News
  • National
  • ગામોને પાણી અપાતાં સરકાર સામે કન્ટેમ્પ્ટ પિટિશન કરાઈ

ગામોને પાણી અપાતાં સરકાર સામે કન્ટેમ્પ્ટ પિટિશન કરાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંસુજલામ સુફલામ યોજના હેઠળ ઉત્તર ગુજરાતને કેનાલ દ્વારા પાણી આપવાની સરકારે ખાતરી આપ્યા બાદ પણ તેનું પાલન નહીં કરતા મામલે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ પિટિશન દાખલ કરાઈ છે. કેસમાં હાઈકોર્ટે સરકારને નોટિસ પાઠવી છે. કેનાલમાં પાણીની વહન ક્ષમતા 2000 ચો.મી.ની છે. જો તે પાણીનું વહન કરી કડાણા ડેમ ભરી દેવાય અને તે ડેમ મારફતે ઉ.ગુજરાતને પાણી પૂરું પડાય તો ખેડૂતો માટે મોટી રાહત સાબિત થાય તેમ છે. બાબતે હાઈકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટમાં સરકારે ખાતરી આપી હતી કે, સરકારે રજૂઆત કરી હતી કે, 15 માસનો સમય અપાય તો કેનાલ કેટલીક જગ્યાએ તૂટી ગઈ છે ત્યારે તેને દુરસ્ત કરી શકાય તેમ તે બાદ પાણીનું વહન કરી કડાણાડેમ ભરીને તેને ખેડૂતો સુધી પહોંચાડી શકાય. કેસમાં હજી સરકારે કોઈ કામગીરી નહીં કરતા અરજદાર ગૌરવ પંડિતે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ હેઠળ પિટિશન દાખલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...