• Gujarati News
  • ઓરિયેન્ટેશન | 1 લાખ વિદ્યાર્થી માટે ઓનલાઈન પ્રોગ્રામ યોજાશે

ઓરિયેન્ટેશન | 1 લાખ વિદ્યાર્થી માટે ઓનલાઈન પ્રોગ્રામ યોજાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓરિયેન્ટેશન | 1 લાખ વિદ્યાર્થી માટે ઓનલાઈન પ્રોગ્રામ યોજાશે

અમદાવાદ |જીટીયુના એક લાખ નવા વિદ્યાર્થીઓ માટે પ્રથમ વાર ત્રીજી ઓગસ્ટે ઓનલાઈન ઓરિયેન્ટેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિ ડો. અક્ષય અગ્રવાલ ગૂગલ હેંગઆઉટથી 480 કોલેજોમાં સીધું સંબોધન કરશે. પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને ઈનોવેશન અને સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ સિસ્ટમ અંગે સમજાવશે. જીટીયુ તરફથી તમામ કોલેજોને ગૂગલ હેંગઆઉટની લીક મોકલાશે. જીટીયુ સંલગ્ન ડિગ્રી-ડિપ્લોમા ઈજનેરી-ફાર્મસી-એમબીએ-એમસીએ કોલેજોને સૂચના અપાઈ છે કે પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓને માટે ત્રીજી ઓગસ્ટે સવારે 11થી 12.30 દરમિયાન ઓરિયેન્ટેશન પ્રોગ્રામ યોજવામાં આવે. જેમાં સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ સપોર્ટ સિસ્ટમથી સફળ થયેલા વિદ્યાર્થીઓનો વીડિયો રજૂ કરાશે. તેમ જીટીયુની ઇનોવેશન કાઉન્સિલના નિયામક હિરણ્યમય મહંતાએ જણાવ્યું છે.