• Gujarati News
  • પડતર પ્રશ્નો મુદ્દે યુનિ. પાર્ટટાઈમ અધ્યાપકોના એક દિવસના ઉપવાસ

પડતર પ્રશ્નો મુદ્દે યુનિ. પાર્ટટાઈમ અધ્યાપકોના એક દિવસના ઉપવાસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અખિલગુજરાત ખંડ સમય અઘ્યાપક મંડળ દ્વારા 26મી મે, મંગળવારે એલ ડી એન્જિનિયરિંગ કોલેજની બહાર ફૂટપાથ ઉપર પાર્ટ પાર્ટટાઈમ અધ્યાપકોના પડતર પ્રશ્નોનો અંગે ઉકેલ લાવવાની માગણી સાથે પ્રતીક ઉપવાસ પર બેઠા હતા.

પાર્ટટાઈમ અધ્યાપક મંડળ સાથે સંકળ‌ાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે, ‘ગુજરાત રાજ્યની જુદી જુદી ગ્રાન્ટેડ કોલેજોમાં સેવાઓ આપતા પાર્ટટાઈમ અધ્યાપકોને છેલ્લા એક વર્ષથી ફૂલટાઈમ બનાવવા બાયધરી આપી છે, તેમ છતાં રાજય સરકારે બિનજરૂરી સમય પસાર કરી રહી છે. જેના કારણે હાલમાં પ્રતિ માસ રૂ. 12,600ના મામૂલી વેતનથી સેવાઓ આપતા પાર્ટટાઈમ અધ્યાપકો પોતાની જિંદગી બરબાદ થઈ રહી છે તેવો અહેસાસ થતા તેઓ કરેંગે યા મરેંગેના મૂડમાં આવી ગયા છે. મોટી સંખ્યામાં એકઠા થયેલા અધ્યાપક ભાઈ-બહેનોએ ભારે સૂત્રોચ્ચાર કરીને સરકારી નીતિને વખોડી કાઢી હતી. સરકારે ઉચ્ચ ડિગ્રીઓ ધરાવતા પાર્ટટાઈમ અધ્યાપકોનો પગાર કોલેજોના ક્લાર્ક અને પટ્ટાવાળા કરતાં પણ તદ્દન ઓછો રાખ્યો છે. મંડળના પ્રમુખ ઉર્વિન શાહ અને દિનેશ શાહે જણાવ્યું છે કે, ‘ચાર-પાંચ વર્ષ પહેલાં પૂરતી લાયકાત ધરાવતા 500 જેટલા એડહોક અધ્યાપકને સરકારે ખાનગી કોલેજોમાં પૂર્ણ સમયના અધ્યાપકો તરીકે મૂકેલા હતા. સરકાર અને શિક્ષણ વિભાગ વ્હાલા-દવલાનું નીતિ અપનાવીને અધ્યાપકોને ઘોર અન્યાય કરે છે.

ગુજરાત યુનિવર્સિટી ખાતે પાર્ટટાઇમ અધ્યાપકો આંદોલન પર ઉતર્યા હતા.