• Gujarati News
  • National
  • ઇસનપુર એટીએમમાંથી 16 લાખ ચોરનારા બેની ધરપકડ

ઇસનપુર એટીએમમાંથી 16 લાખ ચોરનારા બેની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇસનપુરમાંગત 15 મેના રોજ સવારે પંજાબ નેશનલ બેન્કના એટીએમ મશીનમાંથી રોકડ 16 લાખની ચોરી થઈ હતી. અંગેની તપાસ શહેર ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પીઆઇ એસ.આર.ટંડેલ અને તેમની ટીમે દસ દિવસમાં બે આરોપીઓને ઓળખીને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા આરોપીઓમાં નરોડા કનકેશ્વરી સોસાયટીના ભાવેશ પટેલ અને તેના સાગરીત જિતેન્દ્ર કાકડિયા (રહે. નિકોલ)નો સમાવેશ થાય છે. ભાવેશ આરસીઆઇ કેશ મેનેજમેન્ટ કંપનીમાં શહેરના વિવિધ એટીએમ મશીનમાં રૂપિયા લોડિંગનું કામ કરતો હતો. આથી એટીએમ મશીન કેવી રીતે ખોલી શકાય અને પાસવર્ડની જાણકારી હતી. પહેલાં ભાવેશે 2009માં શેરબજારના વેપારી દર્શન પંડ્યાની હત્યાના ગુનામાં 18 મહિના જેલમાં રહ્યો હતો. જ્યારે જિતેન્દ્રએ તેને મદદગારી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...