• Gujarati News
  • મેટ્રો રેલ કૌભાંડમાં સંજય ગુપ્તાની જામીન અરજી એસીબી કોર્ટે ફગાવી

મેટ્રો રેલ કૌભાંડમાં સંજય ગુપ્તાની જામીન અરજી એસીબી કોર્ટે ફગાવી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેટ્રોરેલ કાંડમાં મોટુ કૌભાંડ હોવાનું પ્રાથમિક પુરાવા હોવાની નોંધ સાથે સ્પે. એ.સી.બી કોર્ટ એન.જી.દવેએ પૂર્વ આઇએએસ અધિકારી સંજય ગુપ્તાએ કાયમી જામીન ફગાવી દીધી છે. કોર્ટે પોતાના ચુકાદામાં સ્પષ્ટ નોધ મૂકી હતી કે, આરોપીએ ખોટા દસ્તાવેજોને સાચા તરીકે રજૂ કર્યા છે. તેમજ સીઆઇડી ક્રાઇમની તપાસમાં આરોપીની પ્રથમદર્શીય સંડોવણી જણાઇ આવે છે. પૂર્વ આઇએએસ અધિકારી સંજય ગુપ્તાએ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન રૂપિયા 113 કરોડ ચાંઉ કર્યા હોવાની ફરિયાદના આધારે સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી હતી. જ્યુડિશિયલ કસ્ટડીમાં ફેરવાયેલા ગુપ્તાની કાયમી જામીન અરજી પર પક્ષકારોની રજૂઆતના અંતે સ્પે. કોર્ટે આકરા અવલોકન સાથે અરજી ફગાવી દીધી છે.

સંજય ગુપ્તાએકોર્ટમાં પાંચ અરજી કરી હતી. જેમાં સીઆરપીસી 281 હેઠળ નિવેદન નોંધવા, મીડિયા પર પ્રતિબંધ, પોલીસે ગુજારેલા માનસિક શારીરિક ત્રાસ, ઇનકેમેરા કાર્યવાહી સામેલ હતી. કોર્ટે આના આદેશ પોતાની કસ્ટડીમાં લઇ લીધા છે.

ગુપ્તાની 5 અરજીના ચુકાદા કસ્ટડીમાં

આરોપીએ ખોટા દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે.

આરોપીએ 113 કરોડનો ભ્રષ્ટાચાર આચરતા પ્રજાના નાણાનો દુરુપયોગ કર્યો છે.

આરોપી સામેની તપાસમાં લાંચની રકમ સ્વીકારી હોવાના પુરાવા તપાસ એજન્સીએ રજૂ કર્યા છે.

સમગ્ર પ્રકરણમાં આરોપીની પ્રથમદર્શીય સંડોવણી જણાઇ આવે છે.

મેટ્રો પ્રોજેક્ટની કામગીરી સિવિલ ઇજનેરીની છે. પોલીસને આની કોઇ જાણકારી નથી.

ફરિયાદના આરોપી નં. 3 ભાલચંદ્ર ઠાકુરના નિવેદનના આધારે ધરપકડ કરાઇ છે.

તપાસ એજન્સીએ તપાસ દરમિયાન લીધેલા નિવેદનોમાં વિરોધાભાસ છે, માટે તેમની દલીલ ટકી શકે તેમ નથી.

આરોપીની તમામ કંપની રજિસ્ટ્રાર ઓફ કંપની સાથે આજે પણ જોડાયેલી છે.

આરટીઆઇની માહિતી મુજબ આરોપી સામે લુકઆઉટ નોટિસ પણ જારી કરાઇ છે.

છેતરપિંડીની નોટિસની બજવણી થઇ છે. પણ આરોપી ધરપકડ ટાળી રહ્યો છે.

નિશા ગ્રૂપની સાત કંપનીની છેતરપિંડીમાં કંપની રજિસ્ટ્રારે 31 માર્ચ સુધી હાજર થવા આપેલા આદેશનું ઉલ્લંધન.

પૂર્વ આઇએએસ સંજય ગુપ્તા આર્થિક ગુનાની ટેવ ધરાવતો આરોપી છે.

}કોર્ટના તારણ

}આરોપીના વકીલ

}સરકારી વકીલ