• Gujarati News
  • અધિકારીઓની ગુનાઈત જવાબદારી નક્કી કરો

અધિકારીઓની ગુનાઈત જવાબદારી નક્કી કરો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આપણીકમનસીબી છે કે મેગા સિટી કે સ્માર્ટ સિટી તરીકે આપણે અમદાવાદની ઓળખ આપીએ છીએ છતાં આપણે ખાડા અને રોડની સમસ્યાઓમાંથી બહાર આવી શકતા નથી. સમસ્યાઓમાંથી બહાર નથી. શરમ આવે છે કે, વિષય પર ચર્ચા પણ કરવી પડે છે આવો સૂર ‘દિવ્ય ભાસ્કર’ યોજેલા ટોક શોમાં અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો. શાંઘાઈ કે હોંગકોંગની જ્યારે વાતો થતી હોય અને અમદાવાદને દિશામાં અથવા તો તેની સાથે સરખામણી કરાવવામાં આવતી હોય તે શહેરની દુર્દશા પાછળ જવાબદાર મ્યુનિ.કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા કરવામાં આવતા દરેક કામમાં તેમની જવાબદારી ફિક્સ કરવી જોઈએ તેવી માંગણી સૌ કોઈની હતી. ઉપરાંત મ્યુનિ.ના જે અધિકારીની સૂચનાથી ખોદકામ થતું હોય તેના નામ અને ફોન નંબર સાથેનું બોર્ડ મૂકવું જોઈએ. તંત્ર જયારે જિનપીંગ કે અન્ય કોઈ મહાનુભવો આવે ત્યારે શહેરમાં ખોદાયેલા ખાડા રાતોરાત પૂરી શકતા હોય, રોડ બનાવી શકતા હોય તો કદાચ કોમનમેન માટે પણ આવી વ્યવસ્થા હોવી જોઈએ. રાતોરાત થતી કામગીરીથી સમજી શકાય છે કે તંત્ર પાસે બજેટ કે મશીનરીનો કોઈ પ્રશ્ન નથી. માત્ર ને માત્ર કોમનમેન માટે કામ કરવાની તૈયારી નથી સ્પષ્ટ સમજી શકાય છે. આયોજન, જવાબદારી, ઈન્સ્પેક્શન અને વિઝન તમામ વસ્તુઓનું સંંકલન હશે તો નાગરિક સેવા સારી મળી શકશે.

‘િદવ્ય ભાસ્કર’દ્વારા શહેરમાં ખોદાયેલા આડેધડ ખાડા અંગે 23 મેથી ઝુંબેશ શરૂ કરાઈ છે.

પ્રજાના પૈસા વેડફાય છે

પ્રજાનાપૈસા વેડફાઈ રહ્યા છે. કયો રોડ કયા કોન્ટ્રાક્ટરે બનાવ્યો તેનો હિસાબ પ્રજાને બતાવવો જોઈએ. > જયશ્રીશાહ, રહીશ,જોધપુર

ચૂંટણી આવી એટલે કામ શરૂ કર્યું

ચોમાસુ બેસવાને 20 દિવસ બાકી છે ત્યારે શું ખાડા પૂરી શકાશે ωપહેલેથી આયોજન કર્યુ હોત તો 8 મહિનામાં અત્યારે કામ પૂર્ણ કરી શકાયું હોત. લોકો ખાડામાં પડી જશે તો તેની જવાબદારી કોની ωછેલ્લા મહિનામાં કામ કેમ શરૂ કરાયું. ઈલેક્શન સામે દેખાયુ એટલે લોકોને મુશ્કેલીમાં મૂકી સત્તા મેળવવા તંત્રને કામે લગાડ્યું. શહેરની હાલત હજુ ગંભીર બની જશે. > બદરૂદ્દીનશેખ, મ્યુનિ.વિપક્ષના નેતા

‘મ્યુનિ.ની તમામ સેવાઓને પણ ગ્રાહક સુરક્ષામાં આવરી લેવી જોઈઅે’

આક્રોશ|ખાડે ગયેલા અમદાવાદના રસ્તાઓની સ્થિતિ નહીં સુધરે તો પબ્લિક એક્શન માટે મ્યુનિ. સત્તાવાળાઓએ તૈયાર રહેવું પડશે

નેતા માટે રાતોરાત રોડ બની જાય છે

એકનેતાના દીકરાના લગ્ન ટાંણે રાતોરાત કોર્પોરેટ રોડ બન્યો. અમારા વિસ્તારમાં 18 મહિના.> વિનોદરાઠોર, રહીશ,પ્રહલાદનગર

બહારની વસતીના ભારણથી સમસ્યા

શહેરમાંબહારની વસતીનુ ભારણ 42 ટકા છે. જેથી પાયાગત સેવાની જરૂરિયાતો બદલાયા કરે છે. પાણી નિકાલનો નેચરલ વે બંધ થઈ ગયો છે તે મોટી સમસ્યા છે તેનો નિકાલ હવે શરૂ કર્યો છે.> જતીનપટેલ, કોર્પોરેટર,ભાજપ

આખું વહીવટીતંત્ર ખાડે ગયેલું છે

ખાડાખોદવામાં આવે ત્યાં બોર્ડ લગાવવા જોઈએ. ખાડા ખોદવા અનિવાર્યતા છે કે પછી ખરેખર સ્થાપિત હિતોની મેલી રમતનું પરિણામ છે. આખું વહીવટીતંત્ર ખાડે ગયું છે. ચોમાસું આવે એટલે ભુવાનગરી બની જાય. > મુકેશપરીખ, પ્રમુખગ્રાહક સુરક્ષા સમિતિ

પ્રેક્ટિકલ ઉપાય શોધવાની જરૂર છે

ખાડાખોદવામાં આવે પણ તે કેટલા સમયમાં પુરાઈ જશે તેની કોઈ સમયમર્યાદા હોતી નથી. પ્રજાના પૈસા, સમય અને સાથોસાથ ઈજા મળે નફામાં ખરેખર પ્રેક્ટિકલ ઉપાયો શોધવા જોઈએ. > ડો.પીયૂષ શાહ, ઓર્થોપેડિક

VIP માટે રાતોરાત ખાડા પુરાય છે

આઝાદીના65 વર્ષ પછી પણ ખાડાની ચર્ચા કરી રહ્યાં છે તે શરમજનક છે.સી.એમ, પી.એમ કે જિનપિંગ આવવાનો હોય ત્યારે રાતોરાત ખાડા પુરાઈ જાય છે, રોડ બની જાય તો કોમનમેન માટેે કેમ નહીં.ω > ડો.કુંતલ ગજ્જર, ઓર્થોપેડિકસર્જન

જવાબદારી નક્કી થવી જોઈએ

ગયાવર્ષે હાઈકોર્ટમાં આપેલી પાણી નહીં ભરાવવાની બાંયધરી યાદ આવી એટલે ખરેખર કામગીરી કરનારા દરેક ઈજનેર કે અધિકારીની ગુનાહિત જવાબદારી ફિક્સ કરી દેવી જોઈએ. > પંકજભટ્ટ, RTIએક્ટિવિસ્ટ

સ્માર્ટ સિટીની વાતો પોકળ છે

મ્યુનિ.પાસે ઈજનેરો અને સ્ટાફ છે છતાં પ્રજા રીતેે પીડાય છે તેના સંશોધનની જરૂરિયાત છે. કાં તો બજેટ ખોટી રીતે વપરાય છે અથવા ભ્રષ્ટાચાર ચાલે છે. સ્માર્ટ સિટીની વાતો પોકળ છે. > પરમેશભાવસાર, સિનિયરસિટીઝન, સોશિયલ વર્કર

કામનું સુપરવિઝન કરાતું નથી

દરેકઅધિકારીની જવાબદારી નક્કી કરવી જોઈએ. કોન્ટ્રાક્ટરો શું કામ કરે છે ωતેનુ સુપરવિઝન કરાતું નથી. રાત્રે ચાલતા કામોનું કોઈ મોનિટરિંગ કે સુપરવિઝન કરાતું નથી. > ઈકબાલશેખ, કોર્પોરેટર,કોંગ્રેસ

લોકો પરેશાનીમાં મુકાઈ ગયા છે

આડેધડખોદાયેલા ખાડાને કારણે નાગરિકો પરેશાનીમાં મુકાઈ ગયા ને હજુ વરસાદમાં મુકાશે. ખરેખર છેલ્લી ઘડીએ કામગીરી કરવા પાછળ ચૂંટણીલક્ષી આયોજન જણાઈ રહ્યું છે. > મંગળસુરજકર, કોર્પોરેટર,કોંગ્રેસ

184 કરોડનો ખર્ચ કરાઈ રહ્યો છે

હયાત2500 કિલોમીટરના રોડ નેટવર્કની સામે માત્ર 899 કિલોમીટરમાં સ્ટોર્મ વોટર લાઈન છે. વરસાદી પાણીના નિકાલના કામો ચાલે છે. 184 કરોડ ખર્ચ કરાઈ રહ્યાં છે જેથી વરસાદમાં હાલાકી નડે નહીં. > જીજ્ઞેશપંડ્યા, ચેરમેન,મ્યુનિ. વોટર કમિટી

કામગીરીનું થર્ડ પાર્ટી ઈન્સ્પેકશન

દરેકકામગીરીનું થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન થવું જોઈએ. ખાડાની ઉડતી રજકણોથી મેં મારા પિતાને ગુમાવ્યા છે. ત્યારે ખાડા પૈસા કમાવવાનું સાધન બનવું જોઈએ. ખાડામાં આપણે ખાડે ગયા છે. > કલ્પેશજાની, સામાજિકકાર્યકર

બેકપેઈનના કેસો વધ્યા છે

ખાડાનેકારણે બેક પેઈનના કેસમાં ચિંતાજનક વધારો થયો છે. અત્યારસુધી અમારી પાસે 40 પ્રેથી વધુ વયના દર્દી આવતા હતા હવે યંગ એજના લોકો આવતા થઈ ગયા છે તે ઘણું ચિંતાજનક છે. > પંકજપટેલ, ફિઝિયોથેરાપિસ્ટ

આગોતરી જાણ કરવી જોઈએ

ખાડામાંનાગરિકો પટકાય અને ઈજા થાય તેની જવાબદારી ωદરેક અધિકારીની છે. મેરેથોન હોય ત્યારે જો બે દિવસ પહેલા રૂટની જાણ કરાતી હોય તો ખાડા ખોદાય ત્યારે અખબારોમાં જાહેરાત આપી જાણ કરવી જોઈએ.> ડો.દિનેશ પટેલ, ઓર્થોપેડિકસર્જન

મ્યુનિ. નાગરિક સેવામાં નિષ્ફળ

ટેક્સઉઘરાવવા મ્યુનિ.ને અધિકાર છે ત્યારે નાગરિકો પીડા રહિત રસ્તાનો અધિકાર છે. મ્યુનિ.નાગરિક સેવામાં રોજબરોજ ફેઈલ છે. > કશ્યપજાની, એડવોકેટહાઇકોર્ટ

ઝુંબેશ