• Gujarati News
  • 600 CNG બસ વરસાદમાં બંધ પડે છે!

600 CNG બસ વરસાદમાં બંધ પડે છે!

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અંતર્ગત શહેરમાં દૈનિક દોડતી 800 બસમાંથી વરસાદ દરમિયાન 600 બસો એક ફૂટ પાણીમાં બંધ પડી જાય છે. કેમ કે, મોટાભાગની બધી બસો સીએનજી છે. તાજેતરમાં પહેલા વરસાદમાં પણ 150 જેટલી બસો બ્રેકડાઉન થઈ ગઈ અને 8 બસો ક્રેઈનથી કાઢવી પડી. જેના કારણે રાત્રિના સમયે જ્યાં જ્યાં બસો બંધ થઈ ગઈ હતી ત્યાં ત્યાં ભારે ટ્રાફિક જામ થઈ ગયો હતો. સ્થિતિને ધ્યાને લઈને મ્યુનિ.એ વરસાદ પડે ત્યારે રાત્રિના 10થી સવારના વાગ્યા દરમિયાન કંટ્રોલરૂમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

વરસાદની સીઝનમાં શહેરના સંખ્યાબંધ વિસ્તારોમાં એક ફૂટથી વધુ પાણી ભરાઈ જાય છે. માત્ર એક ફૂટ પાણીમાં એએમટીએસની મોટા ભાગની સીએનજી બસો બંધ થઈ જાય છે. બ્રેકડાઉન થઈ ગયેલી બસોના કારણે ઠેર ઠેર ટ્રાફિક જામ થઈ જાય છે. અલબત્ત, જ્યાં જ્યાં વરસાદી પાણી ભરાયાં હોય ત્યાં પણ તાકીદે બસોના રૂટ બદલવાની ફરજ પડે છે. આવા સમયે કંટ્રોલરૂમ નહીં હોવાના કારણે દરેક બસોના ડ્રાઈવર-કંડક્ટર થયેલી સ્થિતિને ધ્યાને લઈને હવે જ્યારે જ્યારે વરસાદ પડે ત્યારે ત્યારે રાત્રે દસથી સવારે વાગ્યા દરમિયાન કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે તેમ ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહે જણાવ્યું હતું.

તેમણે કહ્યું કે, રાત્રિ દરમિયાન ચાર કર્મચારીઓને ખાસ કંટ્રોલરૂમમાં હાજર રાખવામાં આવશે. ઉપરાંત બ્રેકડાઉન થયેલી બસોને રોડ પરથી તાકીદના ધોરણે ખસેડી શકાય એટલા માટે નવી એક ક્રેઈન પણ ભાડે લેવાની કામગીરી હાથ ધરાઈ છે. બ્રેકડાઉન સમયે ઉપયોગમાં લેવાતા સાધનો પણ ચારના બદલે આઠ કરી દેવાયા છે. કંટ્રોલરૂમની કામગીરી માત્ર વરસાદના સમયે ફસાયેલી બસોને તાકીદે રોડ પરથી ખસેડવા માટે કરાશે. એએમટીએસનો કંટ્રોલરૂમ જમાલપુર ડેપો ખાતે ખોલવામાં આવશે. જેના કારણે નિમણૂક આપેલા અધિકારીઓ ત્યાં ફરજ બજાવી શકે. દિવસ દરમિયાન તો પ્રકારના કિસ્સા ઓછા જોવા મળે છે કેમ કે, અધિકારીઓ પણ ફરજ પર હાજર હોવાના કારણે તાત્કાલિક નિર્ણય લેવાઈ જતો હોય છે. જેના કારણે કંટ્રોલરૂમ રાત્રિના સમયે ચાલુ કરવામાં આવશે.’

તાજેતરમાં ન્યુ રાણીપમાં રોડ પર ડામર નાંખતા બસ ખાડામાં ગરકાવ થઇ હતી

ઉપાય|વરસાદમાં બ્રેકડાઉન બસો ખસેડવા AMTSનો નવો કંટ્રોલરૂમ