• Gujarati News
  • ગોધરાકાંડના અસરગ્રસ્તોને સરકારી લાભ માટે કોર્ટમાં રિટ

ગોધરાકાંડના અસરગ્રસ્તોને સરકારી લાભ માટે કોર્ટમાં રિટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતહાઇકોર્ટના આદેશ બાદ પણ રાજ્ય સરકારે ગોધરાકાંડના તોફાન અસરગ્રસ્તોને સરકારી નોકરીના લાભો નહી આપતા સુપ્રિમકોર્ટ સમક્ષ થયેલી પિટિશનમાં જસ્ટિસ એ.આર.દવે અને જસ્ટિસ કુરીયન જોસેફ દ્વારા રાજ્ય સરકારને નોટીસ પાઠવવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ગગન શેઠ્ઠી દ્વારા કરાયેલી પિટિશનમાં એવી રજૂઆત કરવામાં આવી હતીકે, તોફાન અસરગ્રસ્તોને માત્ર આર્થિક સહાય નહી પરંતુ અન્ય નોકરી અંગેની સહાય પણ આપવી જોઇએ. જે કેસમાં હાઇકોર્ટે તોફાન અસરગ્રસ્તોના પરીવારજનોને સરકારી નોકરીમાં રાખવા, પેન્શન યોજનાનો લાભ, તેમજ તોફાનોને કારણે નોકરી ગુમાવનાર માટે પણ યોગ્ય કરવા આદેશ આપ્યો હતો. જે કેસમાં સુપ્રિમકોર્ટે કેસ દાખલ કરી રાજ્ય સરકારને નોટીસ પાઠવી છે.