• Gujarati News
  • CBSEએ ધો.10નું પરિણામ જાહેર કરતાં વિદ્યાર્થી વાલીઓમાં રોષ

CBSEએ ધો.10નું પરિણામ જાહેર કરતાં વિદ્યાર્થી-વાલીઓમાં રોષ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર . અમદાવાદ

સેન્ટ્રલબોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) દ્વારા બુધવારે ધો.10નું પરિણામ જાહેર કરાતા પરિણામની કાગડોળે રાહ જોઇ રહેલા લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ રોષે ભરાયા હતા અને નિરાશ થયા હતા. હવે ધો.10નું પરિણામ આવતીકાલ તા.28મેના રોજ જાહેર કરાશે.

સીબીએસઇ દ્વારા બુધવારે ધો.10નું પરિણામ જાહેર કરવાની અગાઉથી જાહેરાત કરવામાં આવી હોવાથી આજે અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં બપોરે 12 વાગ્યાથી વિદ્યાર્થીઓ અને વાલીઓએ સીબીએસઇની વેબસાઇટ પર પરિણામ જાણવાનો પ્રયત્ન કર્યો હતો અને સ્કૂલો પર ફોન કરીને પરિણામ જાહેર થયું કે નહિ જાણવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પરિણામ જાહેર થતાં છેવટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિરાશ થવાનો વારો આવ્યો હતો. જોકે સ્કૂલના સત્તાવાળાઓ પણ અંગે કંઇ જાણતા નહોતા આથી પરિણામની કાગડોળે રાહ જોતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સમગ્ર દિવસ દરમિયાન પરેશાન થયા હતા. સીબીએસઇની વેબસાઇટ પર પણ અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નહોતી અને ધાંધિયા જોવા મળ્યા હતા.

ગુજરાત સહિત સમગ્ર દેશમાં સીબીએસઇ ધો.10ની પરીક્ષા 13.73 લાખ વિદ્યાર્થીઓએ આપી છે. છેવટે સાંજે સીબીએસઇની વેબસાઇટ પર હવે ધોરણ-10નું પરિણામ ગુરુવારે જાહેર કરવામાં આવશે.