• Gujarati News
  • National
  • ભક્તિ માર્ગ પર વૃક્ષો હટાવ્યા વિના ડિવાઈડર બનાવ્યા

ભક્તિ માર્ગ પર વૃક્ષો હટાવ્યા વિના ડિવાઈડર બનાવ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ-મહેમદાવાદરોડ ડિવાઇડરનું કામ શરૂ થયું તે પહેલા રસ્તાની વચ્ચે નડતરરૂપ વૃક્ષ દૂર કરવા માટે સંબંધિત વિભાગની મંજૂરી મંગાઇ હતી. જે મંજૂરી મળી જતાં મ્યુનિ. ગાર્ડન વિભાગને નડતરરૂપ વૃક્ષો દૂર કરવા જાણ કરાઇ હતી. પરંતુ મ્યુનિ. ગાર્ડન વિભાગે હજી સુધી વૃક્ષો દૂર કર્યા નથી. કારણે અકસ્માતો થતા રહે છે. ઝાડને કારણે રસ્તો સાંકળો થતાં વાહન અકસ્માતની ઘટના છાશવારે બનતી હોવાનું સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલે જણાવતા કહ્યું હતું કે અંગે મ્યુનિ.સત્તાવાળાઓને લેખિત જાણ કરી ત્વરિત ઓર્ડર થયેલા વૃક્ષો દૂર કરવા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...