• Gujarati News
  • National
  • 6 દિવસમાં 95 ટ્રેન રદ, અમદાવાદના દોઢ લાખ પેસેન્જર રઝળ્યા

6 દિવસમાં 95 ટ્રેન રદ, અમદાવાદના દોઢ લાખ પેસેન્જર રઝળ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમમધ્ય રેલવેના કોટા ડિવિઝનમાં ડુમરિયા અને ફતેસિંહપુરા સ્ટેશન વચ્ચે ગુર્જર આંદોલનના કારણે સતત છઠ્ઠા દિવસે ટ્રેન વ્યવહાર ખોરવાયેલો રહ્યો હતો. જેમાં સૌથી વધુ અસર દિલ્હી - મુંબઈ રૂટ પર દોડતી ટ્રેનોને થઈ છે. ત્યારે આંદોલનના પગલે અત્યાર સુધી અમદાવાદ ડિવિઝન સહિત પશ્ચિમ રેલવેની 95થી વધુ ટ્રેનોમાં 1.50 લાખ જેટલા પેસેન્જરો પ્રભાવિત થયા છે. જેના પગલે રેલવેને દરરોજના આશરે 15 કરોડનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ટ્રેનો રદ થતા મોટી સંખ્યામાં પેસેન્જરોના વેકેશનના શિડ્યૂલ ખોરવાઈ ગયા છે. અનેક લોકો સગાં સંબંધીઓના લગ્ન સમારંભમાં કે અન્ય પ્રસંગે જતા હોય, વેપાર ધંધા માટે કે ફરવા જતા હોય તેમના કાર્યક્રમો ખોરવાઈ ગયા છે. ગુર્જર આંદોલનના પગલે સતત છઠ્ઠા દિવસે અનેક ટ્રેનો રદ કરાઈ છે જ્યારે કેટલીક ટ્રેનો અન્ય રૂટ પર દોડાવવામાં આવી હતી.

અત્યાર સુધી રદ થયેલી ટ્રેનો

એલર્ટ |28થી 30 મેના રોજ રદ કરવામાં આવી ટ્રેનોની યાદી

30 મે 2015

}બાંદ્રા-ગોરખપુરપ્રીમિયમટ્રેન

અન્યરૂટ પર ડાયવર્ટ કરાયેલી ટ્રેનો

}મુંબઈ-નવી દિલ્હીરાજધાની એક્સપ્રેસ વાયા નાગદા-ઝાંસી-આગ્રા કેન્ટ-મથુરા.

}બાંદ્રા- અમૃતસરપશ્ચિમ એક્સપ્રેસ વાયા નાગદા- ઝાંસી - આગ્રા કેન્ટ - મથુરા.

}મુંબઈ-અમૃતસર ગોલ્ડનટેમ્પલ મેલ વાયા નાગદા-સવાઈ માધોપુર-જયપુર

}બાંદ્રા-જમ્મુતાવી સ્વરાજએક્સપ્રેસ વાયા નાગદા-સવાઈ માધોપુર - જયપુર - રેવાડી.

}બાંદ્રા-દેહરાદૂનએક્સ. જયપુર-રેવાડી.

28 મે 2015

}ઓખા-વારાણસી એક્સપ્રેસ

}અમદાવાદ-પટના પ્રીમિયમ એક્સ.

}નિઝામુદ્દીન-અમદાવાદ એક્સપ્રેસ

}આસાનસોલ-ભાવનગર એક્સ.

}મુંબઈ-નિઝામુદ્દીનઅગસ્તક્રાંતિ.

}મુંબઈ-ફિરોજપુર જનતા અેક્સ.

}બાંદ્રા-નિઝામુદ્દીન ગરીબરથ

}બાંદ્રા-મુઝફ્ફરપુર અવધ એક્સ.

}બાંદ્રા-રામનગર એક્સપ્રેસ

}મુંબઈ-લખનઉ પ્રીમિયમ ટ્રેન

29મે 2015

}ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ

ટ્રેન કેન્સલ થતાં વધારે રૂપિયા ચૂકવવા પડ્યા

^વતનમાંસંબંધીના લગ્ન સમારંભમાં જવા માટે અમે ગરભા એક્સપ્રેસની ટિકિટ બે મહિના પહેલાથી કન્ફર્મ કરાવી રાખી હતી. પરંતુ ગુર્જર આંદોલનના પગલે છેલ્લી ઘડીએ ટ્રેન કેન્સલ થતા અમે મુંઝાઈ ગયા હતા. જો કે છેલ્લી ઘડીએ પ્રીમિયમ ટ્રેનમાં તપાસ કરતા ટિકિટ મળી ગઈ હતી પરંતુ તેના માટે અમારે 600 રૂપિયાના બદલે 2200 રરૂપિયા ચૂકવવા પડ્યા હતા. વધુમાં ટ્રેન લગભગ 18 કલાક મોડી પડતા ખૂબજ હાલાકી થઈ હતી. > સુરેશપ્રભુનાથ ત્રિપાઠી, પેસેન્જર

ગુર્જર આંદોલનની અસર

27 મે 17

26 મે 17

25 મે 14

24 મે 16

23 મે 16

22 મે 15

અન્ય સમાચારો પણ છે...