• Gujarati News
  • National
  • મંદિરમાંથી 20 ફૂટ ઊંચો પીપળો હટાવવા રાવ

મંદિરમાંથી 20 ફૂટ ઊંચો પીપળો હટાવવા રાવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના રાયપુર પાસેના પંડિતજીની પોળમાં 100 વર્ષ જૂનું ભૂતનાથ મહાદેવ આવેલું છે. પોળમાં આવેલું મંદિર મકાનોની વચ્ચે હોવાથી વાર તહેવારે દર્શાનાર્થીઓની ભીડ રહે છે. મંદિરની દેખભાળ કરાતા દીવાલો પર પીપળાનું 20 ફૂટ ઉચ્ચું વૃક્ષ ઊગી નીકળ્યું છે. મંદિરની દીવાલમાં ઊગી નીકળેલું પીપળાનું વૃક્ષ ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે. મયૂર ભટ્ટ નામના સ્થાનિક રહેવાસીએ અનેક વખત મ્યુ. કોર્પોરેશ અને કોર્પોરેટરને અંગે જાણ કરવા છતાં હજુ સુધી કોઇ કાર્યવાહી કરાઈ નથી. એક વખત કોર્પોરેશનના અધિકારીઓ મંદિરની તૂટી ગયેલા છજાને ઉતારીને લઈ ગયા હતા. પરંતુ ત્યાં ઊગી નીકળેલું 20 ફૂટ ઊંચું પીપળાનું ઝાડ તેમને દેખાયું હતું. મેઇન રોડ પર આવેલા મંદિરની દીવાલ પર ઘટાદાર પીપળાનું વૃક્ષ ગમે ત્યારે મોટી જાનહાની સર્જી શકે છે.

અન્ય સમાચારો પણ છે...