• Gujarati News
  • National
  • અમદાવાદના આર્ટિસ્ટે તૈયાર કર્યું 12 ફૂટનું બટાકાનું સ્કલ્પ્ચર

અમદાવાદના આર્ટિસ્ટે તૈયાર કર્યું 12 ફૂટનું બટાકાનું સ્કલ્પ્ચર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોટેટો(બટાકા)નું નામ સાંભળતા તેમાંથી બનતી ફેવરિટ ડિશનો ટેસ્ટ કરવાનું મન થાય પણ પોટેટોના બેઝિક એલિમેન્ટ્સ જાળવીને આર્ટનું ફોમ આપ્યું છે શહેરના આર્ટિસ્ટ હર્ષિલ પટેલે. તેમણે 1 મહિનાના વર્કને અંતે પોટેટોનું સ્કલ્પ્ચર તૈયાર કર્યું છે. બટાકાની વેફર્સ આપણા અમદાવાદ સહિત આખી દુનિયામાં ખવાય છે પણ તે જ્યાંથી આવે છે તે ડિસા શહેરને ગુજરાતની બટાકા નગરી કહેવાય છે ત્યાં સ્કલ્પ્ચર મંગળવારે ડિસા સર્કલ પર મૂકવામાં આવ્યું છે.

અમદાવાદના આર્ટિસ્ટ હર્ષિલ પટેલે તૈયાર કર્યું પોટેટો સ્કલ્પચર.

કેવી રીતે તૈયાર થયું સ્કલ્પ્ચરω

આર્ટિસ્ટ હર્ષિલ પટેલે જણાવ્યું કે, ‘મેં જ્યારે બટાકા નગરી ડિસાની મુલાકાત લીધી ત્યારે જોયું તો ખેતરો તેમજ ગોડાઉનમાં માણસની આજુ બાજુમાં માત્ર બટાકા બટાકા નજરે પડતાં હતાં. મેં સ્કલ્પ્ચરમાં બટાકાને હાઈલાઈટ કરતાં બટાકાની આજુ બાજુ માણસ છે તે ખ્યાલ રજૂ કર્યો છે. તેમાં બાજુમાં જે હાથ છે તે એક સામાન્ય માણસના છે જે આપણા સુધી બટાકાને પહોચાડે છે. 12 ફૂટનું રાઉન્ડ શેપનું સ્કલ્પ્ચર ટ્રાન્પેરેન્ટ રેજિંગ મટિરિયલથી તૈયાર કરાયું છે જેનાથી અંદર લગાડેલ 1 હજાર વોટની લાઈટથી પોટેટોનું આખુ સ્કલ્પ્ચર ઝળહળી ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...