• Gujarati News
  • બોડકદેવમાં માછલીઘરની આડમાં દુર્લભ કાચબાનો વેપલો પકડાયો

બોડકદેવમાં માછલીઘરની આડમાં દુર્લભ કાચબાનો વેપલો પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડકદેવમાંએક્વેરિયમના નામે અતિદુર્લભ પ્રજાતિના નાના કાચબાનો ખુલ્લેઆમ ધંધો કરતા વેપારી જેસલ ત્રિવેદી (રહે. કૈલાશ એપાર્ટમેન્ટ)ને જંગલખાતાએ ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ચાર સૂરજ કાચબા (સ્ટાર ટોર્ટોઇઝ) કબજે કરાયા હતા.

બોડકદેવના દેવપ્રીત કોમ્પ્લેક્ષમાં એનિમલ પ્લેનેટ નામની દુકાનમાં એક્વેરિયમની આડમાં શિડયુલ-૧માં આવતા સ્ટાર પ્રજાતિના કાચબાનું ગેરકાયદે વેચાણ થવાની બાતમીના આધારે ડમી ગ્રાહક મોકલી કાચબો ખરીદીને મેળવ્યો હતો. આની જંગલખાતાને જાણ કરાતા આરએફઓ ઉપાધ્યાય તેમજ સ્ટાફે એનિમલ પ્લાનેટ એક્વેરિયમમાં દરોડો પાડી કાર્યવાહી કરી હતી.

દુર્લભ સ્ટાર કાચબા જમીન પર વસે છે

^શિડ્યુલ-1હેઠળના સૂરજ એટલે કે સ્ટાર કાચબા પાણીમા રહેતા નથી. પરંતુ જમીન પર રહેતા હોય છે. તેમજ ઝાડ પરથી જે પાન તેમજ ફળ તૂટીને નીચે પડે તેનેા ખોરાક તરીકે ઉપયોગ કરે છે. > કે.એસ. ઉપાધ્યાય, આરએફઓદસ્ક્રોઇ

દુર્લભ કાચબારેંટિયાવાડી વિસ્તારમાં રહેતો એક શખસ સપ્લાય કરતો હોવાનું તેમજ જેસલ ~400ના કાચબા ~1500માં વેચતો હતો.જેસલે પોતે એક વર્ષથી રેંટિયાવાડી ખાતેથી નાના કાચબા ~400માં લાવતો અને ~800માં વેચતો જ્યારે મીડિયમ સાઇઝના કાચબા ~500માં લાવતો અને~1500માં વેચાણ કરતો હોવાનું કબૂલ્યું હતું.

રેંટિયાવાડીનો શખસ કાચબા સપ્લાય કરતો

રંગીન માછલીની આડમાં કાચબાનો વેપલો

એકવેરિયમનો માલિક જૈસલ ત્રિવેદી રંગીન માછલીની આડમાં શિડયૂલ સૂરજ કાચબાનો વેપાર કરતા તંત્રે રેડ પાડી ચાર કાચબા જપ્ત કર્યા હતા.

જેસલ ત્રિવેદી