• Gujarati News
  • National
  • જાણીતા સીએ કેતન મજમુદારે ઓફિસમાં ગળા ફાંસો ખાઈ લીધો

જાણીતા સીએ કેતન મજમુદારે ઓફિસમાં ગળા ફાંસો ખાઈ લીધો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મણિનગરપુનિત પાર્ક ધર્મકુંજ સોસાયટીમાં રહેતા અને મીઠાખળી તુલસી કોમ્પ્લેક્ષમાં 312 નંબરની ઓફિસમાં કે.આર.મજમુદાર એસોસિએશનના નામથી સીએની ફર્મ ધરાવતા જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેતનભાઇ મજમુદાર(59)એ ઓફિસમાં ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. કેતનભાઇએ જાણીતી ઈન્ડસ્ટ્રીઝના બે ભાઇના ઝઘડામાં આક્ષેપ-પ્રતિ આક્ષેપોથી તંગ આવી આપઘાત કર્યાનું મનાય છે.

કેતનભાઇ રોજ સાંજે 6-6.30 વાગ્યે ઓફિસ બંધ કરીને 7 વાગ્યાની આસપાસ ઘરે પહોંચી જતા હતા. પરંતુ મંગળવારે રાતે 8.30 વાગ્યા સુધી ઘરે નહીં આવતા તેમનો દીકરો ઓફિસે પહોંચ્યો હતો,તેણે અંદર જઇને જોયું તો તેના પિતા કેતનભાઇ મજમુદારએ ઓફિસમાં પંખા સાથે વાયર બાંધી ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. અંગે નવરંગપુરા પોલીસે આત્મહત્યા અંગે ગુનો નોંધી તપાસ કરી છે. પીએમ સહિતની વિધિ પૂરી થતા બુધવારે કેતનભાઇનો મૃતદેહ તેમના પરિવારને સોંપી દેવાયો હતો અને બુધવારે તેમની અંતિમ ક્રિયા પૂરી કરવામાં આવી હતી.

પીએસઆઈ એ.બી.ગોહિલે જણાવ્યું હતું કે કેતનભાઇએ આત્મહત્યા કરતા પહેલા કોઇ પણ પ્રકારની ચિઠ્ઠી લખી હતી,જેથી તેમણે કયા કારણથી આત્મહત્યા કરી તે જાણી શકાયુ નથી. પરંતુ અંગે તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...