• Gujarati News
  • અમદાવાદમાં બે દિવસમાં હિટવેવ, ગરમીનો પારો 44 ડિગ્રીને ઓળંગશે

અમદાવાદમાં બે દિવસમાં હિટવેવ, ગરમીનો પારો 44 ડિગ્રીને ઓળંગશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લાંપાંચ દિવસથી સમગ્ર રાજયમાં દક્ષિણ-પશ્ચિમી પવનોને કારણે ઊંચકાયેલા ગરમીના પારા વચ્ચે બુધવારે અમદાવાદમાં 42.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે રાજયનાં 8 શહેરોનું મહત્તમ તાપમાન 41થી 43 ડિગ્રીની વચ્ચે નોંધાતા લોકોએ કાળઝાળ ગરમીની સાથે-સાથે ક્યાંક વાદળછાયા વાતાવરણને લીધે ભારે બફારાનો અનુભવ કર્યો હતો. સુરેન્દ્રનગર 43.0 ડિગ્રી સાથે રાજયનું સૌથી ગરમ શહેર બન્યું હતું. જો કે, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનાં વિવિધ શહેરોમાં ગરમીનો પારો ઘટતાં લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. પરંતુ બે દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર જવા સાથે હિટવેવની આગાહી કરાઈ છે.

બુધવારે અમદાવાદનું મહત્તમ તાપમાન મંગળવાર કરતાં દોઢ ડિગ્રી જેટલું ઘટીને 42.6 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 2 ડિગ્રી વધીને 28.7 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદ 42.6

સુરેન્દ્રનગર 43.0

ગાંધીનગર 42.0

રાજકોટ 42.0

ડીસા 41.5

અમરેલી 41.0

ઈડર 41.0

વડોદરા 40.8

કયા કેટલું તાપમાન