• Gujarati News
  • National
  • ખોટા દસ્તાવેજો રજૂ કરનાર પાકિસ્તાની નાગરિક પકડાયો

ખોટા દસ્તાવેજો રજૂ કરનાર પાકિસ્તાની નાગરિક પકડાયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળપાકિસ્તાની નાગરિક તેવા અમરજિત વસંદાણી 2016 સુધીના વિઝા લઇને 2010 થી ભારત આવ્યા હતા અને અમદાવાદના રાણીપમાં રહેતા હતા.આટલું નહીં તેઓ થલતેજ વિસ્તારમાં મેડિકલ સ્ટોર ચલાવે છે.તાજેતરમાં અમરજિતે ડ્રાઈવિંગ લાઈસન્સ મેળવવા માટે આરટીઓમાં કાર્યવાહી કરી હતી.જેમાં પુરાવા તરીકે તેમણે ખોટો જન્મનો દાખલો અને એલઆઈસીની પોલિસી રજૂ કરી હતી.જો કે અમરજિત પાકિસ્તાની નાગરિક હોવાથી પોલીસની તેમના ઉપર બાજ નજર હતી. જેથી અંગે સ્પેશિયલ બ્રાન્ચ દ્વારા સોલા પોલીસને જાણ કરવામાં આવી હતી.જેના આધારે સોલા પોલીસે અમરજિતની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...