તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિંગતેલમાં તેજીનો માહોલ યથાવત મસાલા પાકોમાં જળવાતી મજબૂતી

સિંગતેલમાં તેજીનો માહોલ યથાવત મસાલા પાકોમાં જળવાતી મજબૂતી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોમોડિટી રિપોર્ટર | અમદાવાદ

ખાદ્યતેલોમાંતેજીનો તબક્કો યથાવત રહ્યો છે. ભરસિઝને સિંગતેલમાં સુધારો આજે પણ રહ્યો હતો સિંગતેલ ડબ્બો વધીને રૂા.1650ની સપાટી ઉપર બોલાઇ ગયો છે. જ્યારે કપાસિયા વોશમાં પણ સુધારો રહ્યો છે. મગફળીમાં નીચામાં વેચવાલી અટકી જતી હોવાથી અને સરકારી ખરીદી ધીમી ગતીએ ચાલુ રહેતા તેની અસરે પણ સિંગતેલમાં ઘટાડો અટકી ગયો છે. ઉપરાંત ખાદ્યતેલોની આયાત ડ્યૂટીમાં વધારો કરવામાં આવ્યો હોવાના કારણે આયાત ઘટશે તે નક્કી છે જેના કારણે હવે ઝડપી ખાદ્યતેલોમાં મંદીની શક્યતા નહિંવત્ છે. સિંગતેલ ડબ્બો છેલ્લા એક સપ્તાહમાં 30-40 સુધી ઉંચકાઇ ગયો છે.

આગળ જતા વધીને 1700ની સપાટી પહોંચી જાય તેવું અનુમાન છે જ્યારે નીચામાં 1550થી વધુની મંદી નકારાઇ રહી છે. સિંગતેલની તેજી પાછળ અન્ય સાઇડ તેલોમાં પણ સુધારો છે. તેલીબિયાંના ભાવમાં પણ તેજીનો માહોલ રહ્યો છે. મસાલા પાકોમાં તેજીનો ટોન યથાવત રહ્યો છે. ખાસકરીને જીરૂ વાયદો આજે વધુ મજબૂત બની 22000ના રેકોર્ડ સ્તર નજીક 21980 ક્વોટ થતો હતો. જીરૂમાં વાવેતર વિસ્તારમાં ઝડપી વધારો થયો છે.

અન્ય સમાચારો પણ છે...