તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યૂટીલિટી ન્યૂઝ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં મળેલી સામાન્ય સભાની બેઠકમાં આગામી સમયમાં ગરમી વધવાના પગલે રાજ્યભરની નીચલી અદાલતોના સમયમાં ફેરફાર કરવા માટે હાઈકોર્ટના ચીફ જસ્ટિસને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પ્રમુખ ભરત ભગતે જણાવ્યું હતું કે, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ, ગોધરા, નર્મદા સહિતના જિલ્લા અને તાલુકા અદાલતોમાં અસહ્ય ગરમીનું પ્રમાણ વધી જાય છે. તેવા જિલ્લા અને તાલુકા કોર્ટની કામગીરીનો સમય સવારનો કરવા અને કેસોનું નિરાકરણ કરવા માટે પક્ષકારો અને ધારાશાસ્ત્રી તેમજ જ્યુડિશિયલ પદાધિકારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

અને 45 ડિગ્રી કરતા પણ ક્યારેક ગરમીનું પ્રમાણ વધી જવાના પગલે પક્ષકારોને લો - હાઈ બ્લડપ્રેશર, ચક્કર આવવા, માથાના દુખાવા થતા હોવાની ફરિયાદો મળી છે. બીજી તરફ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના પૂર્વ પ્રમુખ અનિલ કેલ્લાએ જણાવ્યું હતું કે, ભૂતકાળમાં 1 એપ્રિલથી 31 જુલાઈ સુધીના સમયગાળા દરમિયા બંધારણના અનુચ્છેદ 235 તથા ક્રિમિનલ મેન્યૂઅલ 197 અનુસાર ધારાશાસ્ત્રીઓને કાળા કોર્ટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.

રજૂઆત| ઉનાળામાં કોર્ટના સમયમાં ફેરફાર કરવા માગણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો