તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચણા, તુવેરની માહિતી મેળવતી મહિલા ખેડૂતો

ચણા, તુવેરની માહિતી મેળવતી મહિલા ખેડૂતો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડેરોલનાઆણંદ કૃષિ યુનિવર્સિટી સંલગ્ન કૃષિ સંશોધન કેન્દ્રમાં આત્મા પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાની 60 મહિલા ખેડૂતોએ મુલાકાત લીધી હતી. કેન્દ્રની મુલાકાતે આવેલી બહેનોને ડૉ. આર.જી. મછાર (સંશોધન વૈજ્ઞાનિક) કેન્દ્રનો પરિચય આપી અહીં ચાલતી સંશોધન અને બીજ ઉત્પાદનની કામગીરી વિશે માર્ગ દર્શન આપ્યું હતું. ત્યારબાદ પ્રો. સી.બી. ડામોરએ સજીવ ખેતી વિશે માહિતી આપી હતી. તેમજ કેન્દ્રમાં વિવિધ પાક અંગે માર્ગદર્શન આફ્યું હતું. ઉપરાંત પ્રો. જી.ડી. હડિયાએ પાકના રોગ-જીવાત અને તેના સંકલિત રોગ જીવાત વ્યવસ્થાપન વિશે માહિતગાર કર્યાં હતા. તેમજ આર.વી. હજારી અને આર.એલ. ચવધરી (ખેતીવાડી અધિકારી)એ કેન્દ્ર ખાતેના વિવિધ અખતરાઓ જેવા કે તુવેર, દીવેલા અને ચણા વિશે માહિતગાર કર્યાં હતા.

નવી તાલીમ

અન્ય સમાચારો પણ છે...