• Gujarati News
  • National
  • ખાંડનું ઉત્પાદન 19 ટકા ઘટશે : ઇકરા

ખાંડનું ઉત્પાદન 19 ટકા ઘટશે : ઇકરા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખાંડના વપરાશમાં નજીવો ઘટાડો થવાનો નિર્દેશ : રિટેલમાં કિલોદીઠ રૂા.47ની તેજી મુશ્કેલ

નબળા ચોમાસાના કારણે શેરડીના ઉત્પાદન કાપની સીધી અસર: મિલો બંધ થવા લાગી

દેશમાં ખાંડના ઉત્પાદન મુદ્દે અનેક તર્ક-વિતર્કો એજન્સી તથા સરકારના અહેવાલો દ્વારા જણાઇ રહ્યાં છે. નબળા પાકની સામે આયાત ડ્યૂટીમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો હોવાના કારણે ગતમાસમાં ભાવ ઉંચકાઇ ગયા પરંતુ વૈશ્વિક બજારો તૂટતા અને ઉંચા ભાવથી વપરાશમાં કાપ આવ્યો હોવાથી તેજીને બ્રેક લાગી છે. માગ સામે પુરવઠો પુરતા પ્રમાણમાં હોવાથી રિટેલમાં ભાવ કિલોદીઠ રૂા.47થી વધે તેવી શક્યતા અગ્રણીઓ નકારી રહ્યાં છે. ઇકરાએ ઉત્પાદનનો અંદાજ 203 લાખ ટનનો મુખ્યો છે જેની સામે વપરાશ 4 ટકા સુધી ઘટીને 240 લાખ ટન સુધી સિમિત રહી જશે તેવો નિર્દેશ કર્યો છે. મહારાષ્ટ્ર તથા કર્ણાટકામાં ઉત્પાદનમાં મોટો ગેપ પડ્યો હોવાના કારણે ઉત્પાદન ઘટ્યું છે.

દેશમાં ઉત્પાદનમાં મહારાષ્ટ્ર મોખરે હતું પરંતુ વર્ષે ઉત્પાદન 50 ટકાથી વધુ ઘટીને માત્ર 45-48 લાખ ટન વચ્ચે રહી જશે તેવો અંદાજ છે જે અગાઉના વર્ષે 100 લાખ ટન રહ્યું હતું. ખાંડના ભાવ રિટેલમાં અત્યારે કિલોદીઠ રૂા.42-44 આસપાસ ક્વોટ થઇ રહ્યાં છે. નબળા ઉત્પાદનના કારણે સિઝનના અંતે અંતીમ સ્ટોક ઘટીને 40-45 લાખ ટન આસપાસ રહી જશે તેવો અંદાજ છે. ખાંડ વાયદો નજીવી વધઘટે અથડાઇને રૂા.3700 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે. આગામી સમયમાં ખાંડની આયાત કેટલી માત્રામાં થાય છે તેના પર આધાર રહેલો છે. ડોલરની સામે રૂપિયો મજબૂત બનતા અને વૈશ્વિક બજારોમાં ખાંડના ભાવ નીચા હોવાના કારણે આયાતને આગામી સમયમાં વેગ મળે તેવા સંકેતો છે.

અન્ય એગ્રી કોમોડિટીમાં આજે બે તરફી મુવમેન્ટ જોવા મળી હતી. એરંડાના નબળા પાકના કારણે હાજર તથા વાયદામાં ભાવ સપાટી સતત મજબૂત બની રહી છે. જ્યારે ખાદ્યતેલોમાં સિંગતેલમાં ભાવ આજે વધુ મજબૂત બની નવો ડબ્બો રૂા.1830 બોલાતો હતો.

ખાંડના નબળા ઉત્પાદન છતાં હવે તેજી નહિંવત્

ઉત્પાદન-વપરાશનું ચિત્ર

વર્ષ ઉત્પાદન વપરાશ

2012-13251215

2013-14243230

2014-15283245

2015-16251245

2016-17203*240*

અન્ય સમાચારો પણ છે...