• Gujarati News
  • National
  • RTOના વાંકે RC બુક મળતી નથી, સ્કૂલવર્ધી વાહનો દંડાય છે

RTOના વાંકે RC બુક મળતી નથી, સ્કૂલવર્ધી વાહનો દંડાય છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંસ્કૂલવર્ધીના 12 હજારથી વધુ વાહનોમાંથી 60 ટકા વાહનોમાં પરમિટની કામગીરી પૂરી થઇ ગઇ છે. છતાં વાહનોના માલિકોને આરટીઓના વાંકે હજી સુધી આરસી બુક મળી નથી. આરસીબુક સહિતના કાગળો આરટીઓમાંથી નહીં મળવાના કારણે હાલ વાહન માલિકોને ટ્રાફિક પોલીસના દંડનો ભોગ બનવું પડે છે. આરટીઓ અધિકારીઓ હાઇકોર્ટના આદેશનું પાલન કરાવી સ્કૂલવર્ધીના વાહનોના પરમિટની કામગીરી પૂરી કરાવવામાં રસ રાખે છે. પરંતુ તેઓની સમસ્યાનો નિકાલ નહીં કરતાં માલિકોમાં ભારે રોષની લાગણી પ્રસરી ગઇ છે.

સ્કૂલવર્ધી એસોસિએશનના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે આરટીઓના સોફટવેરમાં સ્કૂલવર્ધીના વાહનોનો ટેક્સ લેવાતો નથી. આજ કારણથી કમ્પ્યૂટરમાં ટેક્સની રસીદ બનતી નથી. બેંકમાં ડિપોઝિટ કરાઇ છતાં આરટીઓમાં એન્ટ્રી પડતી નથી. જેના કારણે નંબર પડતા નથી. ટેક્સમાં ક્વેરી આવે છે. કારણથી આરસીબુક ઇશ્યૂ થઇ શકતી નથી. 50 ટકા વાહનોની આરસી બુક અટવાઇ ગઇ છે.

શહેરમાં સ્કૂલ રિક્ષા 6500 અને વાન 5500 મળી 12 હજારથી વધુ વાહનો દોડે છે. આમાં ખાનગી વાહનોને સ્કૂલવર્ધીના વાહન તરીકે પાસિંગ કરાવી પરમિટ મેળવી લેવા ઉપરાંત પ્રાઇવેટ વાહનમાંથી મેક્સી વાહન તરીકે રજિસ્ટ્રેશન કરાવી લેવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો હતો. કોર્ટના આદેશને પગલે સ્કૂલવર્ધી એસોસિએશને દિશામાં કામગીરી શરૂ કરી કુલ પૈકી 60 ટકા વાહનોના પાસિંગ સહિતની કામગીરી પૂરી કરી દીધી હોવાનું કહેતા વાહન માલિકોએ જણાવ્યું હતું કે વાહનના કાગળો આરટીઓમાં જમા કરાવી દીધા હતાં. પરંતુ આમાંથી હજી સુધી માત્ર 10 ટકા વાહન માલિકોને આરસીબુક સહિતના કાગળો મળ્યા છે. જ્યારે 50 ટકા વાહનોની આરસીબુક સહિતના કાગળો આરટીઓમાં જમા છે. બીજીતરફ સ્કૂલ શરૂ થઇ જતાં સ્કૂલવર્ધીના વાહનચાલકોને ટ્રાફિક પોલીસના દંડનો ભોગ બનવું પડે છે. વાહન માલિકો કંટાળી ગયા છે. તેઓને કોઇ સાંભળતું નથી.

આરટીઓ અને ટ્રાફિક પોલીસ હાઇકોર્ટના આદેશનું પાલન કરાવવામાં જેટલો રસ રાખે છે, તેનો ભાગ છે, જેથી સમસ્યા પણ દૂર કરવી જોઇએ. આરસીબુક નહીં મળવાથી 12 હજારમાંથી 40 ટકા વાહનોનું આરટીઓમાં પાસિંગની પ્રક્રિયા બાકી હોવાનું જાણવા મળ્યું છે. એસએસમેન્ટમાં ભૂલ હોવાના કારણે વાનમાં 2.35 લાખના 35 ટકા પ્રમાણે રૂ.82,250 અને તેના 12 ટકા મુજબ અંદાજે 9800 ટેક્સ લેવાય છે.

અન્ય સમાચારો પણ છે...