• Gujarati News
  • National
  • શનિવારે યોજાયેલી લોક અદાલતમાં કેસનો નિકાલ

શનિવારે યોજાયેલી લોક અદાલતમાં કેસનો નિકાલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માતમાં ઇજાગ્રસ્તને 35 લાખ વળતર ચૂકવવા આદેશ

વાહનનીઓવરસ્પીડના કારણે પાલડીના યુવાનને નેશનલ હાઇવે પર થયેલા ગમખ્વાર અકસ્માતમાં મોઢાથી નીચેનો ભાગ નિર્જીવ થયો હતો. સમગ્ર મામલાને યુવાને સિટી સેશન્સ કોર્ટમાં વળતર મેળવવા માટે સ્પેશિયલ એમએસીટી કોર્ટમાં પડકારી 75 લાખ વળતર મેળવા દાદ માગી હતી. શનિવારે યોજાયેલી લોક અદાલતમાં કોર્ટ અને પક્ષકારોના સમાધાનકારી વલણના પગલે અંતે સ્પે. કોર્ટે 35 લાખ વળતર ચૂકવવાનો આઇઆઇસીઆઇ લોમ્બાર્ડ ઇન્સ્યુરન્સ કંપની આદેશ કરી કેસનો નિકાલ કર્યો હતો.

પાલડીના વિમલ વિહાર એપાર્ટમેન્ટમાં રહેતા નિખિલ શાહ ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જુલાઇ 2006માં નિખિલ કારચાલક મનુભાઇ બાવરિયા સાથે મહારાષ્ટ્ર ગયા હતા. 10મી જુલાઇએ મહારાષ્ટ્રના થાણે પોલીસ મથકની હદના તલાસરી (નેશનલ હાઇવે નં- 8) પરથી પસાર થતા હતા ત્યારે પાછળથી ટાટા ઇન્ડિગો ચાલકે અચાનક યૂ-ટર્ન લઇને નિખિલ શાહની કાર જોરદાર ટક્કર લગાવી હતી. જેના કારણે તેને મનુભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેને તાત્કાલિક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જેની સારવારનો અંદાજે 20 લાખનો ખર્ચ થયો હતો. સમગ્ર મામલાને નિખિલ શાહે એડ્વોકેટ અર્પણ શાહ મારફતે 75 લાખ વળતર માટે જાન્યુઆરી 2007માં અરજી કરી હતી. નિખિલ શાહને અકસ્માતમાં મણકામાં ગંભીર ઇજા થતા માથાથી નીચેના ભાગમાં લોહીનું પરિભ્રમણ બંધ થઇ જતાં બંને પગનો ભાગ નિર્જીવ થયો હતો.

69 કેસનો નિકાલ, દોઢ કરોડનું વળતર

મોટરવ્હીકલ એક્ટની કલમો હેઠળ કોર્ટમાં થયેલા ઢગલાને દૂર કરવાના ભાગરૂપે સ્પે.એમએસીટી કોર્ટની રચના કરવામાં આવી હતી. સ્પે. કોર્ટની રચના બાદ શનિવારે યોજાયેલી બીજી લોક અદાલતમાં 72 કેસો મૂકવામાં આવ્યા હતા. જે પૈકીના 69 કેસોનું સમાધાનકારી વલણ અપનાવી રૂ. 1.50 કરોડ જેટલુ વળતર ચૂકવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...