• Gujarati News
  • National
  • આજે આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

આજે આંતરરાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સવાલ પૈસાનો નહીં પણ ન્યાયનો છે, રોજ કેટલાય લોકો છેતરાય છે

નાની રકમ માટે મોટી લડાઈ, 10 રૂપિયા માટે 8,000 ખર્ચ્યા

મહેશ ભેડા પાસેથી હોટલ મૅનેજરે 3 છાશના રૂ. 60 લીધા હતા. બિલમાં 1 છાશની એમઆરપી રૂ. 10.50 લખી હતી, તેના બદલે રૂ. 20 ગણ્યા હતા. તેમણે રાજકોટ જિલ્લાની ગ્રાહક સુરક્ષા કચેરીમાં ફરિયાદ કરી. 7 મહિના કેસ ચાલ્યો, જેમાં 30 રૂપિયાની લડાઈમાં મહેશભાઈએ રૂ. 8000 ખર્ચ્યા. તેઓ કેસ જીત્યા જેમાં તેમને છાશમાં વધુ આપેલા રૂ. 35 અને દાદના રૂ. 500 મળી કુલ રૂ. 535 મળ્યા જ્યારે હોટેલ સંચાલકને રૂ. 5000નો દંડ થયો. મહેશ ભેડાએ કહ્યું, ‘આ હોટેલમાં કેટલાય લોકો પાસેથી એમઆરપી કરતાં વધુ રૂપિયા લેતા હશે. એટલે મેં કેસ કર્યો. મારા રૂ. 8000 ખર્ચાયા સામે હોટેલના રૂ. 35થી 40,000 ખર્ચાયા.’ 2015માં જતીન દેગડાને જૂતાંના દુકાનદારે રૂ. 600ના બૂટ બતાવ્યા, પરંતુ બોક્સ પર રૂ. 449 એમઆરપી લખી હતી. તેમણે રાજકોટની ગ્રાહકસુરક્ષા ફોરમમાં ફરિયાદ કરી. દુકાનદારે ભૂલ સ્વીકારી જતીનભાઈના વકીલની ફી અને 5000 વળતર પેટે આપ્યા.

મહેશ ભેડા

અન્ય સમાચારો પણ છે...