• Gujarati News
  • National
  • શ્યામલ ક્રોસ રોડથી હરણ સર્કલ સુધીનો રોડ રિસરફેસ કરાશે

શ્યામલ ક્રોસ રોડથી હરણ સર્કલ સુધીનો રોડ રિસરફેસ કરાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમ્યુનિસિપલ કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનના 60 ફૂટથી વધુ પહોળાઇના જુદા જુદા મુખ્ય રસ્થાઓ પૈકી કામેશ્વર બંગ્લોઝથી શ્યામલ ક્રોસ રોડથી હરલ સર્કલ સુધીનો રોડ રીગ્રેડ કરી રિસરફેસ કરવાના કામને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યું છે. રોડના રિસરફેસ પાછળ અંદાજે કરોડનો ખર્ચ કરાશે.

ઉપરાંત ઉત્તર ઝોનનામાં નરોડા પાટિયાથી રેલવે ક્રોસિંગ તરફના નેશનલ હાઇવે હસ્તકના રોડનું પઝેશન એસ્ટેટ વિભાગ દ્વારા મેળવવામાં આવનાર હોઇ રોડની બન્ને સાઇડમાં સર્વિસ રોડ ફૂટપાથ તથા રોડ સંદર્ભે અન્ય કામગીરી કરવા પાછળ અંદાજે સાડાસાત કરોડનો ખર્ચ કરાશે.

જ્યારે મધ્યઝોનમાં શાહીબાગ વોર્ડ માં ફોરેન્સિક ચાર રસ્તાથી વિઠ્ઠલનગર ચાર રસ્તા સુધીના રોડ પર નવી પાણીની લાઇન નાંખવાથી રોડ તૂટી ગયેલો હોવાથી વેટમિક્સ કરી હેન્ડ લેંઇગથી હવે પેચ વર્ક કરવાના કામ પાછળ 44 લાખનો ખર્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...