• Gujarati News
  • National
  • વેપારીનો મોબાઈલ લૂંટીને ભાગતો લુટારુ પકડાયો

વેપારીનો મોબાઈલ લૂંટીને ભાગતો લુટારુ પકડાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલીફરોડ ઉપર ગાડી પાર્ક કરીને બેઠેલા વેપારીના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટીને ભાગી રહેલો લૂંટારુ રીક્ષા સાથે અથડાતા રંગે હાથે ઝડપાઇ ગયો હતો. રીક્ષા સાથે અથડાયા બાદ લૂંટારુ ડિવાઈડર સાથે અથડાતા તેને માથા તેમજ હાથ-પગે ગંભીર ઇજાઓ થતા પોલીસને તેની સારવાર કરાવવાની ફરજ પડી હતી.

રાજસ્થાન ઉદેપુરના રહેવાસી મહેન્દ્રસિંહ ચૌહાણ(46) કામથી અમદાવાદ આવ્યા હતા. શુક્રવારે સાંજે 7.15 વાગ્યે મહેન્દ્રસિંહ રીલીફ રોડ ઉપર ગાડી પાર્ક કરીને અંદર બેઠા હતા. ત્યારે એક પુરુષ તેમની ગાડીની નજીક આવ્યો હતો અને ખુલ્લા કાચમાં હાથ નાખીને મહેન્દ્રસિંહના હાથમાંથી મોબાઈલ ફોન લૂંટીને ભાગ્યો હતો.

લૂંટારુ ભાગતા ભાગતા રીક્ષા સાથે અથડાયો હતો અને ત્યારબાદ ડિવાઈડર સાથે અથડાયો હતો. જેથી માથા તેમજ હાથે - પગે ઈજા થવાથી તે ભાગી શકયો હતો. ઘટનાની જાણ થતા કાલુપુર પોલીસ આવી પહોંચી હતી. લૂંટારુ ઇજાગ્રસ્ત થયો હોવાથી તેને હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પોલીસે પૂછપરછ કરતા તે રિલીફ રોડ ઘીકાંટા ચાર રસ્તા બૂટ બજારની ફુટપાથ ઉપર રહેતો રાજેશ દંતાણી(46) હોવાનું જાણવા મળ્યું હતંુ.

અન્ય સમાચારો પણ છે...