• Gujarati News
  • National
  • નવેમ્બરમાં રોગચાળો વકર્યો: સાદા મેલેરિયા, ડેન્ગ્યુના 342 કેસ નોંધાયા

નવેમ્બરમાં રોગચાળો વકર્યો: સાદા મેલેરિયા, ડેન્ગ્યુના 342 કેસ નોંધાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમ્યુનિસિપલ આરોગ્ય વિભાગની નબળી કામગીરીને કારણે ચાલુવર્ષે નવેમ્બરમાં રોગચાળો વકર્યો છે. ગતવર્ષે સાદા મેલેરિયાના 246 કેસની સામે નવેમ્બરમાં 411,ઝેરી મેલેરિયાના 169ની સામે 342,ચિકનગુનિયાના 1 સામે 90 અને ડેન્ગ્યુના 191 સામે 272 કેસ નોંધાયા છે. જ્યારે મચ્છરજન્ય કેસોમાં નજીવો વધારો થયો છે. જ્યારે વહીવટી ચાર્જ રૂપિયા દસ લાખ વસૂલાયો છે.

હેલ્થ વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ગતવર્ષે નવેમ્બરમાં મચ્છરજન્ય નોંધાયેલા કેસની સામે ચાલુવર્ષે નવેમ્બર મહિનામાં વધુ કેસ નોંધાયા છે. સરકારી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી છે. શહેરમાં સફાઇની ફરિયાદોને ધ્યાનમાં લેવાતી નહીં હોવાની વ્યાપક રજૂઆતો મ્યુનિ.સત્તાધીશોને મળે છે. ખુદ કોર્પોરેટરો પૂરતી સફાઇનો અભાવ હોવાની ફરિયાદો કરે છે. ફોગિંગ મશીનથી દવાના છંટકાવની કામગીરી નિયમિત થતી નથી. જેના કારણે ચાલુવર્ષે નવેમ્બરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે. જ્યારે પાણીજન્ય રોગાચાળામાં ઝાડા ઊલટીના 452 કેસ, કમળો 154 કેસ અને ટાઇફોઇડના 245 કેસ નોંધાયા હતાં.

મ્યુનિ.આરોગ્ય વિભાગ તરફથી મોબાઇલ કોર્ટ દ્વારા 1,89,600 દંડ વસૂલાયો છે. ઉપરાંત 2016માં અલગ અલગ ખાદ્યપદાર્થોના 210 નમૂનામાંથી 10 નમૂના અપ્રમાણિત જાહેર કરાયા છે. જ્યારે 30 નવેમ્બર 2016 સુધીમાં 116 અલગ અલગ ખાદ્ય પદાર્થોના નમૂનામાંથી બે અપ્રમાણિત જાહેર કરાયા છે અને હજી 57 નમૂના તપાસવાના બાકી છે. જોકે આગામી સમય દરમિયાન શિયાળાને લીધે રોગચાળો વધુ વકરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...