તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 500 1000ની નોટબંધીને કારણે સોનું લૂટ્યું

500-1000ની નોટબંધીને કારણે સોનું લૂટ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાગર અને પિંકીની બેંક- ATM લૂંટની યોજના હતી

એસઆઈએસકેશ સર્વિસ કંપનીમાંથી 4 કરોડના 14 કિલો 200 ગ્રામ સોનાની લૂંટ કરનાર સાગર અને તેની બહેન પિંકીએ પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે તેમણે પહેલા બેંક-એટીએમ અથવા જ્વેલર્સમાં લૂંટ કરવાની યોજના ઘડી કાઢી હતી, પરંતુ 500 - 1000 ની નોટો રાતો રાત બંધ થતા સર્જાયેલી સર્જીકલ સ્ટ્રાઈકના કારણે બેંકો અને એટીએમ ઉપર લાંબી લાઈનો હોવાથી ત્યાં લૂંટ કરતા પકડાઇ જવાનો ભય હોવથી ત્યાં લૂંટ કરવાની યોજના પડતી મુકી હતી. ઉપરાંત ભૂયંગદેવ ચાર રસ્તા પાસેના ગાયત્રી જ્વેલર્સ અને ચાંદલોડિયાના ભૂમિ જ્વેલર્સની પણ રેકી કરી રાખી હતી.

નવરંગપુરા પોલીસે કેસમાં નરેન્દ્ર દેસાઇની ધરપકડ કરી 400 ગ્રામ વજનના સોનાના 4 બિસ્કીટ કબજે કર્યા છે. એક-બે દિવસમાં પોલીસ સાગર અને પિંકીને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરશે તેવું નવરંગપુરા પીઆઈ આર.વી.દેસાઇએ જણાવ્યું હતુ.

વિદેશ ભાગી જવાની યોજના બનાવી હતી

લૂંટમાંસફળ થયા બાદ સાગર, પીંકી તેના પિતા સતરામભાઇ અને માતા કોમલબહેન આખો દિવસ ઘરમાં સાથે રહ્યા હતા. તેમણે લૂંટના પૈસાથી વિદેશ ભાગી જવાની યોજના ઘડી કાઢી હતી.

સતીષપાલનેમારેલી હથોડી શોધવાની બાકી

એસઆઈએસનાગાર્ડ સતીષપાલ ઉપર પીંકીએ હથોડીથી હતો. જેના કારણે સતીષપાલ લોહી લુહાણ થઇ ગયો હતો. હથોડી પોલીસના હાથે આવે તે માટે પીંકીએ અવાવરુ જગ્યામાં ફેંકી દીધી છે.

ફલેટનેતાળું મારી પોલીસે ફરી સર્ચ કર્યુ

સાગરઅને પીંકી અને તેના માતા-પિતાની ધરપકડ બાદ પોલીસે તેમના ફલેટને સીલ મારી દીધુ હતુ. હથોડી તેમજ બાકી રહેલુ સોનુ શોધવા માટે પોલીસે મંગળ‌વારે ફલેટે જઇને સર્ચ કર્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...