તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એક્ટિવા પર પતિ સાથે સ્કૂલે જતાં શિક્ષિકાનું ટ્રકની અટફેટે મોત થયું

એક્ટિવા પર પતિ સાથે સ્કૂલે જતાં શિક્ષિકાનું ટ્રકની અટફેટે મોત થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમરાઇવાડીમાંમંગળવારે સવારે એક્ટિવા પર જઈ રહેલા દંપતીને ટ્રકની ટક્કર વાગતા શિક્ષિકાનું મૃત્યુ થયું હતું. ટ્રકના ટાયરમાં ફસાઈને શિક્ષિકા 20 ફૂટ સુધી ઘસડાતાં મૃતદહે ક્ષતવિક્ષત થઈ ગયો હતો.ડ્રાઇવરને લોકોએ સિવિલ પાસેથી પકડ્યો હતો.

મણિનગરમાં રહેતા અને ગોમતીપુરની એસ.જી. પટેલ સ્કૂલના ટ્રસ્ટી મયૂર પટેલ પત્ની બીનાબહેનને મંગળવારે સવારે સ્કૂલે મૂકવા એક્ટિવા પર જઈ રહ્યા હતા. બીનાબહેન સુખરામનગરની સ્વા‌મીનારાયણ કન્યા સ્કૂલમાં અર્થશાસ્ત્ર વિષયનાં શિક્ષિકા હતાં. ઝડપથી આવેલા ટ્રકની અડફેટે શિક્ષિકાનું સ્થળ પર મૃત્યુ થયું હતું.

^પંજાબના ગરનોરી ગામના વતની મનદીપસિંગ શીખ ટ્રકમાં પંજાબથી સાઇકલના પાટ્સ લઈને આવ્યો હતો. કાલુપુરમાં બેથી ત્રણ દુકાન પર સ્પેરપાર્ટનો સામાન આપવાનો હતો. અકસ્માત સર્જાતાં હિટ એન્ડ રનનો ગુનો નોંધાયો છે. > એમ.એન. પંડ્યા, પીઆઇ,ટ્રાફિક, આઇ ડિવિઝન

^હું ગોમતીપુર એસ. જી. પટેલ સ્કૂલમાં ટ્રસ્ટી છું. મારા બે પુત્ર અમેરિકા સ્થાઈ થયા છે. રોજની જેમ સવારે પત્નીને એક્ટિવા પર બેસાડીને ગોમતીપુરની સ્વામીનારાયણ કન્યા સ્કૂલમાં મૂકવા જતો હતો. ત્યારે અચાનક પાછળથી આવેલી ટ્રકની ટક્કર વાગતાં હું સાઇડમાં પડ્યો જ્યારે મારી પત્ની મારી સામે ટ્રકના ટાયરમાં આવી ગઈ. મારા જીવનનો સહારો મારી આંખની સામે છિનવાઈ ગયો. > મયૂરભાઈપટેલ, પતિ

પળવારમાં મારો જીવન સહારો છીનવાઈ ગયો

ચાલક વિરુદ્ધ હિટ અેન્ડ રનનો ગુનો નોંધાયો છે

હિટ એન્ડ રન: ટ્રકચાલકે મહિલાને 20 ફૂટ સુધી ઘસડી

અન્ય સમાચારો પણ છે...