તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 25 કરોડનો માલ લઇ ચૂકવણું કરી છેતરપિંડી

25 કરોડનો માલ લઇ ચૂકવણું કરી છેતરપિંડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નિરમા સાથે ઠગાઇ કરનાર પિતા-પુત્રના જામીન નામંજૂર

નિરમાકંપની પાસેથી માલ ખરીદીને રૂ.25 કરોડની ઠગાઇ કરનાર પિતા ભરત શાહ અને તેમના પુત્ર ફેનિલ શાહની આગોતરા જામીન અરજી એડિશનલ સેશન્સ જજ એમ.યુ. મહિડાએ ફગાવી દીધી છે.

અંધેર ગ્લોબલ પ્ર.લી.કંપનીના માલિક ભરત શાહ અને તેમના પુત્ર ફેનિલ શાહે નિરમા કંપની પાસેથી એમ.એ.બી. માલની ખરીદી કરી હતી. જે પેટેના રૂ.25 કરોડ ચુકવ્યા નહોતા. પેટે કંપનીએ ઉઘરાણી કરતા પિત-પુત્રએ કંપનીને રૂ.25 કરોડના ચેક આપ્યા હતા. જે ચેક કંપનીએ બેંકમાં ભરતા ચેક બેંકમાંથી પરત આવ્યા હતા. આથી કંપનીએ ઉઘરાણી કરતા પિતા-પુત્ર કંપનીને અલ્લા-ટલ્લા કરતી હતી. જેથી કંપનીએ પિતા-પુત્ર સામે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતંરપિંડીની ફરિયાદ કરી હતી.

ફરિયાદમાં પોલીસ ધરપકડ કરે માટે ભરત શાહ અને ફેનિલ શાહે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેમાં આરોપીના વકીલ વી.ડી.ગજ્જરે દલીલ કરેલી કે, કંપનીની આર્થિક સ્થિતિ સારી નથી. સ્થિતિ સારી થશે એટલે રૂપિયા ચુકવી દેવાનું કહ્યું છે. આથી અમારી સામે ઠગાઇની જે ફરિયાદ કરી છે. તે ખોટી હોવાથી આગોતરા જામીન અરજી મંજૂર કરવી જોઇએ. સરકારી વકીલ સુધિર બ્રહ્મભટ્ટે એવી રજૂઆત કરેલી કે, કંપનીએ બેંકમાં બેલેન્સ નહીં હોવા છતાં ચેકો આપ્યા હતા. માલ ખરીદી કરોડોની છેંતરપિંડી કરી છે. આથઈ આરોપીઓના આગોતરા જામીન આપવા જોઇએ નહીં.

અન્ય સમાચારો પણ છે...