તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાય યુનિ.ના વધુ ત્રણ વિદ્યાર્થી ઝડપાયા, દલાલની શોધખોળ

રાય યુનિ.ના વધુ ત્રણ વિદ્યાર્થી ઝડપાયા, દલાલની શોધખોળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે અત્યાર સુધીમાં કુલ 13ની ધરપકડ કરી

પાલડીસામુહિક દુષ્કર્મ કેસમાં પોલીસે રાય યુનિવર્સિટીના વધુ 3 વિદ્યાર્થીની ધરપકડ કરી છે. સાથે કેસમાં અત્યાર સુધીમાં પોલીસે પોલીસ ભોગ બનનાર સગીરાના માતાપિતા, દલાલ અને રાય યુનિ.ના વિદ્યાર્થીઓ સહિત કુલ 13 આરોપીની ધરપકડ કરી ચૂકી છે. જ્યારે હજુ પણ પોલીસ રાજસ્થાનના દલાલ અને સામુહિક દુષ્કર્મ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

પાલડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.જી. ગોહિલના જણાવ્યા અનુસાર, સામૂહિક દુષ્કર્મ કેસમાં મુખ્ય આરોપીઓ આશીષ નરેશભાઈ પટેલ (21,રહે-, સાંબરકાઠા), અક્ષિત બળવંતભાઈ પટેલ (22,રહે-શીનોર) અને દિવ્યેશ મણીલાલ ચૌધરી (19,રહે- ધરમપુર)ની પાલડી પોલીસે ધરપકડ કરી છે. આશિષ પટેલ રાય યુનિ.ના બીટેક ઈલેક્ટ્રિકલના સાતમાં સેમિસ્ટરમાં, અક્ષીત પટેલ બી.ટેક મિકેનીકલ એન્જીનિયરીંગના સાતમાં સેમિસ્ટરમાં અને દિવ્યેશ બીએસસી એગ્રીકલ્ચરના ત્રીજા સેમીસ્ટરમાં અભ્યાસ કરે છે.

ત્રણેય વિદ્યાર્થી તેમજ અગાઉ પકડાયેલો વિદ્યાર્થી મળી ચાર વિદ્યાર્થીઓ અને તેમના મિત્રોએ ધોળકા નજીક આવેલા ચલોડા ગામના કર્મજ્યોત ગ્રીન સોસાયટીના મકાનમાં સગીરા પર 14 નવેમ્બરે સામુહિક દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે સગીરાને યુવકો પાસે લઈ જનારા દલાલ અને માતાપિતાની અગાઉ ધરપકડ કરી ચૂકી છે.

પાલડી સામૂહિક દુષ્કર્મ કેસ

અન્ય સમાચારો પણ છે...