તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કડિયાનાકા પર 7મી સુધી બેન્ક ખાતા ખૂલશે

કડિયાનાકા પર 7મી સુધી બેન્ક ખાતા ખૂલશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર : ગુજરાતમકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા હાલમાં કડિયા,છૂટક મજૂરી કરતા નાગરિકો માટે બેન્ક એકાઉન્ટ ખોલાવવા ખાસ ઝુંબેશ વિવિધ કડિયાનાકા પર ચલાવાશે. ગુજરાતના તમામ જિલ્લાઓ અને મહાનગરોમાં વિશાળ સંખ્યામાં શ્રમિકોનો સંપર્ક કરાશે. છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદ જિલ્લામાં 212, પાટણમાં 142, અરવલ્લીમાં 416, પંચમહાલમાં 602, ખેડામાં 99, બનાસકાંઠામાં 37, સાબરકાંઠામાં 649, દેવભૂમિ દ્વારકામાં 31, મહીસાગરમાં 545 તેમજ અન્ય જિલ્લામાં મળીને કુલ 4838 જેટલા બેન્ક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...