તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કુબેરનગરની SBIમાં તોડફોડ, કામકાજ બંધ

કુબેરનગરની SBIમાં તોડફોડ, કામકાજ બંધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્લોઝિંગના સમયે બબાલ

નોટબંધીનીપરેશાનીમાં મૂકાયેલો સામાન્ય નાગરિકની મનોસ્થિતિ હવે આક્રોશમાં પરિણામી છે. પૈસા હોવા છતાં બેન્કમાંથી નહીં મળતા સોમવારે કુબેનગરની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની બ્રાન્ચમાં લોકોએ તોડફોડ કરતા ટોળાં સામે પોલીસ ફરિયાદ થઈ હતી. અનુસંધાને મંગળવારે બેન્ક સાવ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. બેન્ક બંધ રહેતા હજારો ખાતેદારોને વધુ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો.

સિકયુરીટી મેનેજરે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘સોમવારે સાંજે સાડા ચાર વાગ્યે કલોસીંગનો સમય હતો. બેન્કમાં ખાતેદારોને મળી શકે તેટલી રોકડ પણ હતી. પણ કલોસીંગ સમય થવાના કારણે ખાતેદારોને મનોમન એવી સ્થિતિ લાગી કે, હવે નાણાં મળી શકશે નહીં. જેના કારણે 25 જેટલા લોકોનું ટોળું અચાનક બેન્કમાં ધસી આવ્યુ હતુ. અને દરવાજા સહિતની તોડફોડ કરી નાખી હતી. બ્રાન્ચ મેનેજર દ્વારા અંગેની જાણ કરતા ઉપરી અધિકારીઓ તરફથી કલોસીંગ કરી અંગે પોલીસ ફરિયાદ કરવા તાકીદ કરી હતી. જેના આધારે ગઈકાલે મામલે પોલીસ ફરિયાદ ટોળાં સામે કરવામાં આવી હતી. અને કારણે મંગળવારે બેન્ક બંધ રાખવામાં આવી હતી. દરવાજો સહિત તૂટેલા હોવાના કારણે બેન્કને બંધ રાખવી પડી હતી. બેન્કના સીસીટીવી દ્વારા તોડફોડ કરવામાં કોની સામેલગીરી હતી તે શોધવા કવાયત હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...