તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરનાં 58 સ્થળોએ દસ બેન્કો દ્વારા ત્રણ દિવસ ખાતાં ખોલાશે

શહેરનાં 58 સ્થળોએ દસ બેન્કો દ્વારા ત્રણ દિવસ ખાતાં ખોલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદશહેરના સ્લમ અને ચાલીઓમાં રહેતા નાગરિકો પણ તેમની આવકના નાણાં બેન્કમાં જમા કરાવી શકે તે માટે અમદાવાદ કોર્પોરેશને નવી વ્યવસ્થાનુ આયોજન કર્યું છે. જે અનુસાર,ફાયનાન્સીયલ લીટરસી કેમ્પેઈન હેઠળ 58 જેટલા સ્થળોએ દસ બેન્કો દ્વારા ખાતા ખોલવાની કામગીરી કરવામાં આવશે. 30 નવેમ્બરથી બે ડિસેમ્બર સુધી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.

કાર્યક્રમ હેઠળ એકસીસ બેન્ક, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ, ઓરીએન્ટલ બેન્ક, ઈન્ડિયન, કોટક, એચડીએફસી, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની બેન્કો ભાગ લેશે. બેન્કોમાં કોઈ પણ ગરીબ કે સ્લમ વિસ્તારમાં રહેતો નાગરિક ખાતા ખોલાવી શકશે.

માટે મધ્ય ઝોનના જુદા જુદા દસ જેટલા સ્લમ વિસ્તારો, પૂર્વ ઝોનના 14, નવા પશ્ચિમ ઝોનના નવ, ઉત્તર ઝોનના દસ, દક્ષિણ ઝોનના સાત અને પશ્ચિમના 8 સ્થળોએ કેમ્પ કરવામાં આવશે. પાછળનો હેતુ નાણાંકીય સમ્મિલિતતાનો છે.

અન્ય સમાચારો પણ છે...