તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ફતેહવાડી કેનાલમાં પાણી નહીં છોડાતા ડાંગરની રોપણી અટકી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફતેહવાડી કેનાલમાં પાણી નહીં છોડાતા ડાંગરની રોપણી અટકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદજિલ્લામાં સત્તા મેળવવા અને સત્તામાં ટકી રહેવા માટે ભાજપ અને કોંગ્રેસની લડાઇમાં ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. હાલ પૂરતો વરસાદ નહીં પડવાને કારણે ફતેહવાડી કેનાલમાં પાણીની આવક નથી. જેના કારણે જિલ્લામાં ડાંગરની રોપણી અટકી ગઇ છે. જિલ્લા કોંગ્રેસના સભ્યોનો આક્ષેપ છેકે રાજકીય કિન્નાખોરી રાખી ભાજપ દ્વારા ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેથી તેઓ કોંગ્રેસ પ્રત્યેની નારાજગી વિધાનસભાની ચૂંટણીમાં વ્યક્ત કરે.

અમદાવાદ જિલ્લા પંચાયતમાં છેલ્લા દસવર્ષ ભાજપની સત્તામાં સમયસર ફતેહવાડી કેનાલમાં 30મી જૂન સુધીમાં પાણી છોડવામાં આવતું હતું. પરંતુ ગત ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા મેળવ્યા પછી ભાજપ યેનકેન પ્રકારે સમસ્યાઓ સર્જી વિઘ્ન ઊભું કરી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં જિલ્લા પ્રમુખ પુષ્પા ડાભી અને ઉપપ્રમુખ અમરસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે જિલ્લામાં 30થી 35 હેક્ટર જમીનમાં ડાંગરનો પાક થાય છે. પરંતુ ચાલુવર્ષે ભાજપના ઇશારે સિંચાઇ વિભાગ દ્વારા સાણંદ, બા‌વળા, ધોળકા અને દસક્રોઇ તાલુકા વિસ્તારમાંથી પસાર થતી ફતેહવાડી કેનાલમાં પાણી છોડવામાં નહીં આવતા ડાંગરની રોપણી કરી શકવામાં આવી નથી. હાલ ડાંગરની રોપણીનો સમય છે.

પરંતુ વરસાદ ઓછો હોવાના કારણે વધારાનું પાણી કેનાલમાંથી મળી શકે છે, છતાં સિંચાઇ વિભાગ દ્વારા પાણી કેનાલમાં છોડવામાં આવતું નથી.

વરસાદ વધુ આવે અને શહેરની ગટરોમાંથી પાણી બેક મારે નહીં તે માટે મ્યુનિ.તંત્રના ઇશારે ડેમમાંથી પાણી કેનાલના બદલે નદીમાં છોડવામાં આવે છે, પરંતુ ખેડતોની જરૂરિયાત હોવા છતાં તેઓને પાણી આપવામાં આવતું નહીં હોવાનો કોંગ્રેસના સભ્યોએ આક્ષેપ કર્યો છે.

કારોબારીની બેઠકમાં થયેલી ચર્ચા અંગે ચેરમેન મનુજી ઠાકોરે જણાવ્યું હતું કે કેનાલમાં વધુ પડતું પાણી છોડવામાં આવે તો અંતરિયાળ ગામડાંના ખેડૂતોને ડાંગરની રોપણી માટે પૂરતુ પાણી મળી રહે. પરંતુ ભાજપ જાણી જોઇને ફતેહવાડી કેનાલમાં પાણી છોડવા તંત્રને આદેશ કરતું નથી. વિકાસની બાંગ પોકારનાર ડીડીઓ પણ બાબતે કોઇ રસ લેતા નથી. જેથી હાલ જિલ્લા ખેડૂતો રામભરોસે છે. તેવો કોંગ્રેસના સભ્ય પ્રવીણસિંહ દાયમાએ કર્યો હતો.

જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત

ફતેહવાડી કેનાલમાં પાણી છોડવા માટે જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. છતાં હજી સુધી કોઇ આદેશ કરાયા નથી. ત્વરિત પાણી છોડવામાં નહીં આવે અને ડાંગરની રોપણીમાં વિઘ્ન સર્જાશે તો ખેડૂતો રસ્તા પણ ઉતરી આવશે. જેની જવાબદારી ભાજપની રહેશે. કોંગ્રસને પણ નછૂટકે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે. તેવી જિલ્લા કોંગ્રેસના સભ્યોએ ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો