• Gujarati News
  • National
  • સિવિલ પીએમ રૂમમાં મૃતદેહને સાચવવા રૂ.200ની કટકી માગી

સિવિલ પીએમ રૂમમાં મૃતદેહને સાચવવા રૂ.200ની કટકી માગી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિવિલનાપોસ્ટ મોર્ટમ રૂમમાંથી 4 મૃતદેહ દફનાવવા મુસા સુહાગ કબ્રસ્તાનમાં મોકલાયાનો વિવાદ હજુ તાજો છે ત્યારે મહિલાનો મૃતદેહ 5 કલાક સાચવવા માટે પોસ્ટ મોર્ટમ રૂમના સ્ટાફે 200 લીધા હોવાનો આક્ષેપ કરાયો છે.

આબુમાં રહેતા સંદીપભાઈ ચૌહાણના જણાવ્યા મુજબ, 4 જૂને તેમની માતાને હેમરેજ થતાં સિવિલના આઇસીયુમાં દાખલ કરાયા હતા, જ્યાં મોડી રાત્રે તેમનું મૃત્યુ થયું હતું. જેથી મોડી રાત્રે મૃતદેહ લઈ જવાને બદલે 5 કલાક સિવિલના પીએમ રૂમમાં રાખવાનું નક્કી કર્યું. તેઓ રાત્રે 2.30 કલાકે પોસ્ટ મોર્ટમ રૂમમાં ગયા ત્યારે ત્યાં કાલો નામનો વ્યક્તિ હાજર હતો. તેણે પહેલાં તો મૃતદેહ રાખવાની ના પાડીને અમારી સાથે ગાળાગાળી કરી હતી. ત્યાર બાદ મૃતદેહ રાખવા અમારી પાસે રૂ. 500ની માગણી કરી હતી, પણ થોડી રકઝકને અંતે તેણે રૂ. 200 લઈને મૃતદેહ પોસ્ટ મોર્ટમ રૂમમાં સ્ટ્રેચર પર મૂકીને જણાવ્યું હતું કે સવારે 6 વાગ્યે આવીને લઈ જજો નહીં તો હું બહાર મૂકી દઈશ.

સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. એમ. એમ. પ્રભાકરના જણાવ્યા મુજબ, પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહ રાખવા માટે સ્ટાફ રૂ. 200 લઈ શકે. અંગે હું તપાસ કરીને પગલાં લઈશ. હકીકતમાં પહેલાં સિવિલના કોલ્ડ સ્ટોરેજમાં મૃતદેહો નિ:શુલ્ક રખાતા હતા, પણ લોકો મૃતદેહ લેવા આવતા હોવાથી મૃતદેહોનો ભરાવો રોકવા અમે 1 વર્ષથી કોલ્ડ સ્ટોરેજમાં 1 દિવસ મૃતદેહ સાચવવાનો 1 હજાર યૂઝર ચાર્જ નક્કી કર્યો છે. નાણાં રોગી કલ્યાણ સમિતિમાં જમા કરાય છે.

રૂ.1 હજારમાં 1 દિવસ મૃતદેહ રાખવાનો ચાર્જ

કોલ્ડસ્ટોરેજમાં શરૂઆતના 1થી 3 દિવસ મૃતદેહ રાખવા માટે રોજના 1 હજાર અને પછી રોજના 2 હજાર નક્કી કરાયા છે. મૃતદેહ વધુમાં વધુ 7 દિવસ સુધી કોલ્ડ સ્ટોરેજમાં રાખી શકાય છે, તેવું બોર્ડ પણ પોસ્ટ મોર્ટમ રૂમ પાસે લગાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...