• Gujarati News
  • National
  • બેઠક રિટના સંદર્ભે 17મીએ સુનાવણી

બેઠક રિટના સંદર્ભે 17મીએ સુનાવણી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજિલ્લા પંચાયતમાં બજેટ બેઠક દરમિયાન સત્તાપક્ષ કોંગ્રેસે પ્રમુખના કાસ્ટિંગ વોટથી બજેટ મંજૂર કર્યું હતું. બેઠકમાં ભાજપના એક સભ્યએ કોંગ્રેસના સમર્થનમાં વોટિંગ કર્યું હતું. જેના કારણે ભારે વિવાદ થયો હતો અને વિવાદ હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટે સુનાવણી દરમિયાન 14મી જૂનની મુદ્દત આપી હતી.

સત્તાપક્ષ કોંગ્રેસ લોકની સમસ્યા અને ફરિયાદોને ધ્યાનમાં રાખી વિકાસના કામોને મંજૂરીની રજૂઆત કરવામાં આવી હતી. કોર્ટે અંગે જિલ્લા ડીડીઓની મંજૂરીની અપેક્ષા સાથે રજૂઆતને માન્ય રાખી હતી. મંગળવારે કોર્ટ સમક્ષ સુનાવણી હાથધરાઇ હતી. જેમાં 17મી જૂનને શુક્રવારની મુદ્દત પડી હતી. 17મીએ કોર્ટ નિર્ણય જાહેર કરે તેવી શક્યતા છે. જો બેઠકની કામગીરી રદ કરવામાં આવે તો જિલ્લા ડીડીઓએ ફરી બેઠક બોલાવાની રહેશે. જેમાં સત્તાપક્ષ કોંગ્રેસે પુન:બજેટ પાસ કરાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...