તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેન્સેક્સ 3 દિવસમાં 524 પોઇન્ટ સુધર્યો, ડોલરમાં 11 પૈસાનો ઘટાડો

સેન્સેક્સ 3 દિવસમાં 524 પોઇન્ટ સુધર્યો, ડોલરમાં 11 પૈસાનો ઘટાડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભારતીયશેરબજારોમાં આજે સળંગ ત્રીજા દિવસે સુધારાની ચાલ જળવાઇ રહી હતી. તેમાં સેન્સેક્સ 43.84 પોઇન્ટ સુધરી 26394.01 પોઇન્ટ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ઇન્ટ્રાડે 8197.35 પોઇન્ટ થઇ ગયો હતો. પરંતુ છેલ્લે 8150 પોઇન્ટની ટેકનિકલી ટેકાની સપાટી જાળવવામાં નિષ્ફળ રહ્યો હતો. છતાં 15.25 પોઇન્ટના સુધારા સાથે 8142.15 બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, સેન્સેક્સમાં ત્રણ દિવસની સુધારાની ચાલમાં 524 પોઇન્ટની રિકવરી જોવા મળી છે.

દરમિયાનમાં વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 715.30 કરોડની નેટ વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની 534.20 કરોડની નેટ ખરીદી રહી હતી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ તેમજ આયાતકારોની મન્થ એન્ડ ડોલર ડિમાન્ડ વચ્ચે આરબીઆઇની મધ્યસ્થીના કારણે ડોલર સામે રૂપિયો 11 પૈસાના સુધારા સાથે 68.65ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય મેજર કરન્સી સામે પણ રૂપિયામાં સુધારાનો ટ્રેન્ડ જળવાઇ રહ્યો હતો.

ફીચ સહિતની વિવિધ રેટિંગ એજન્સીઓએ ભારતના જીડીપી ગ્રોથ રેટ માટે સાવચેતીનો સૂર વ્યક્ત કરવા ઉપરાંત વૈશ્વિક શેરબજારોમાં પણ સુસ્તીના માહોલ વચ્ચે સરકારે બ્લેક મની મુદ્દે 50 ટકા ટેક્સની સ્કીમ લોન્ચ કરતાં તેની માર્કેટ ઉપર થોડી પોઝિટિવ અસર રહી હતી. છતાં સુધારાની ચાલ મર્યાદિત રહી છે. સેન્સેક્સની સાથે ટેલિકોમ, ઓટો અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેગમેન્ટમાં સુધારો રહ્યો હતો. જોકે, મેટલ્સ, આઇટી, ઓઇલ, એફએમસીજી, ટેકનોલોજી અને સિલેક્ટેડ બેન્ક શેર્સમાં વેચવાલીનું પ્રેશર રહ્યું હતું. સામાન્ય રોકાણકારો છેલ્લા 15 દિવસથી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવીને બજારથી દૂર રહ્યા છે.

સેન્સેક્સપેકની સ્થિતિ: સેન્સેક્સપેકની કુલ 30 પૈકી 18 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. તે પૈકી મારૂતિ સૌથી વધુ 3.96 ટકા વધી રૂ. 5090.85 બંધ રહ્યો હતો. તે ઉપરાંત એશિયન પેઇન્ટ 2.17 ટકા, ભારતી એરટેલ 2.11 ટકા, ગેઇલ 2.07 ટકા, હીરો મોટો 2.05 ટકા, મહિન્દ્રા 1.88 ટકા અને અદાણી પોર્ટ 1.51 ટકા સુધર્યા હતા. જોકે, એક્સિસ બેન્ક 1.59 ટકા, સન ફાર્મા 1.05 ટકા, આટીસી એક ટકો અને ટીસીએસમાં 0.83 ટકાની સાધારણ પીછેહઠ રહી હતી.

માર્કેટબ્રેડ્થ:બીએસઇખાતે કુલ ટ્રેડેડ 2797 પૈકી 1570 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. જ્યારે 1028 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છેકે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે ઓવરસોલ્ડમાંથી વેલ્યૂબાઇંગ તરફ ટર્ન થઇ રહ્યું છે.

FPIનું ઓટો, બેન્કિંગ, એનર્જી માં હોલ્ડિંગ વધ્યું

આઇશરમાં 5.5% જમ્પ

કંપની બંધ સુધારો

આયશરમોટર્સ 213435.52

બોશલિ. 203154.65

મારૂતિ50913.96

એમઆરએફ491062.24

હીરોમોટો 31652.06

ઓનમોબાઇલ ઊછળ્યો

કંપની બંધ +/-%

ઓનમોબાઇલ92.0514.70

આઇટીઆઇ33.606.50

આઇડિયા79.154.42

ભારતીએરટેલ 324.202.11

ઇન્ફ્રાટેલ370.551.98

મિડકેપમાં ધીમો સુધારો

કંપની બંધ સુધારો

બર્જરપેઇન્ટ 241.207.03

MFSL560.004.30

બાયોકોન918.504.24

ગોદરેજઇન્ડ 382.804.13

અદાણીપાવર 28.203.87

જ્યુબિલન્ટમાં 18% જમ્પ

કંપની બંધ સુધારો

જ્યુબિલન્ટ288.1017.69

મેક્સવેલ55.2515.46

ટ્રીહાઉસ30.5011.52

ટીનપ્લેટ81.3011.22

રામકોઇન્ડ. 211.1010.21

બીએસઈ-200 કંપનીઓમાં વિદેશી નાણાકીય સંસ્થાઓનું હોલ્ડિંગ જુલાઇથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન વધી 337 અબજ ડોલર થયું છે. જેમાં બેન્કિંગ, ટેલિકોમ સેક્ટર મુખ્ય રહ્યા છે. જુનના ક્વાર્ટરમાં એફપીઆઇનું હોલ્ડિંગ 311 અબજ ડોલર રહ્યું હોવાનું કોટક ઇન્સ્ટિટ્યુશનલ ઇક્વિટી રિપોર્ટમાં જણાવાયું છે. ઓટોમોબાઇલ્સ, બેન્કિંગ અને એનર્જી સેગ્મેન્ટમાં મૂડીરોકાણ કર્યું છે. જ્યારે ફાર્મા, ટેકનોલોજી અને ટેલિકોમ શેર્સમાંથી હિસ્સો હળવો કર્યો છે. તેની સામે સ્થાનિક સંસ્થાઓએ ઓટો, એનર્જી અને સિમેન્ટ સેક્ટરમાંથી હિસ્સો હળવો કર્યો છે. જ્યારે ટેકનોલોજી અને ફાર્મા શેર્સમાં હિસ્સો વધાર્યો છે.

ટેલિકોમ, ઓટોમાં સુધારો, મેટલ્સ, આઇટી, ઓઇલ, એફએમસીજી, ટેક્નોલોજી અને બેન્ક શેર્સમાં વેચવાલીનું પ્રેશર

અન્ય સમાચારો પણ છે...